ગુજરાત

gujarat

By

Published : Oct 10, 2020, 6:48 AM IST

ETV Bharat / city

પેટા ચૂંટણી પહેલાં અબડાસા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને આંચકો

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ ચૂંટણી પહેલાં અબડાસા બેઠકના કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

પેટા ચૂંટણી પહેલાં અબડાસા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને આંચકો
પેટા ચૂંટણી પહેલાં અબડાસા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને આંચકો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ ચૂંટણી પહેલાં અબડાસા બેઠકના કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

પેટા ચૂંટણી પહેલાં અબડાસા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને આંચકો

શુક્રવારે અબડાસા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના આગેવાન તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય હાથુભા સોઢા અને ખેમભા જાડેજા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. આ તમામ કોંગી સભ્યોને કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપામાં આવકાર્યા હતા.

પેટા ચૂંટણી પહેલાં અબડાસા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને આંચકો

આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, રાજ્ય સરકારના પ્રધાન વાસણ આહીર, પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ, મહામંત્રીઓ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details