ગાંધીનગર- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela )મોટું નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવાનો નિર્ણય ઉતાવળીયો હતો. સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે. તેમ જ કોંગ્રેસમાં જૂથવાદ એ કોઇ નવી વાત નથી. અમરિન્દરસિંહને પંજાબમાં બદલી દેવાયાં તે નિર્ણય ભારે ભૂલભરેલો હતો.
બાપુએ G- 23 બેઠકમાં ભાગ લીધો -વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જી-23 બેઠકમાં ( G23 Meeting in Delhi ) કોંગ્રેસના તમામ નેતાઓના ચહેરા વ્યથિત હતાં. ગુજરાતની વાત કરીએ તો અહેમદ પટેલ પછીનો જનરેશન ગેપ વધ્યો છે. અહેમદ પટેલના કાર્યોનું હું સાક્ષી છું. કોંગ્રેસ ભેદભાવની નીતિ કરે છે તે વાત ખોટી છે. હું ગઈકાલે કોંગ્રેસની મિટિંગમાં હાજર હતો. નેતાગીરી જૂની હોય તેમ સારી. પંજાબ સારું સ્ટેટ હતું. ચાલુ રેસમાં ઘોડા ના બદલાય. પંજાબમાં અમ્રિન્દરસિંહને બદલવા જેવા નહોતા. ભાજપ સામે લડવા કોંગ્રેસ દેશ માટે જરૂરી છે. કોંગ્રેસ સેક્યુલર છે. કોંગ્રેસે કોઈને ગાળો નથી આપી. રાજનીતિમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ. વોટરો સાથે આજે ચિટિંગ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ દિલ્હીનું હાઈ કમાન્ડ લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે: શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં આવી રહેલી ચૂટણીઓને લઇ ચિંતા- ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જી-23 વાળા ચિંતિત છે. સોનિયાજીની તબિયત સારી રહેતી નથી. રાહુલ યુવાન છે. કાર્યકરોને સાંભળવા પડે. કોંગ્રેસમાં તે લેકનેસ છે. મેચ્યોરિટી એકસ્પિરિયન્સથી આવે. સોનિયા રાજનીતિના વિરોધી હતાં. તેઓ ચાહતાં તો બાળકો સાથે પરત વતન ફરી જાત. તેમનું રાજનીતિમાં ઉતરવું એટલે મોતને આમંત્રણ સમાન હતું. રાજનીતિ પબ્લિક લાઇફ છે.