ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 31 ઓકટોબરથી ઉડાન ભરશે ‘સી-પ્લેન’ - સ્ટેચ્યુ ઓફ યુનિટી

અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સુધી ‘સી-પ્લેન’ ઉડાડવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. 31 ઓકટોબરથી સી-પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમે જઈ શકશો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકારના સચિવ પ્રદિપ ખરોલા અને નિયામક નાગરિક ઉડ્ડયન કેપ્ટન અજય ચૌહાણે આજે શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ સાઇટની મુલાકાત લીધી હતી અને સી પ્લેન ઉડાડવા અંગેની તમામ બાબત ચકાસી હતી.

Ahmedabad to Kevadia
Ahmedabad to Kevadia

By

Published : Aug 29, 2020, 9:42 PM IST

Updated : Aug 30, 2020, 8:22 AM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેનનું સ્વપ્ન સાકાર કરવા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી કેવડીયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવા તારીખ 22 જુલાઈ 2020ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર સાથે ત્રિપક્ષીય MOU કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે ગાંધીનગરમાં તારીખ 29 ઓગસ્ટ 2020ના રોજ ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને અતિ મહત્વની રિવ્યુ મીટિંગ યોજવામાં આવી છે. આ મિટિંગમાં સચિવ તેમજ સંયુક્ત સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર, એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, સ્પાઇસ જેટ એરલાઇન અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 31 ઓકટોબરથી ઉડાન ભરશે સી પ્લેન
ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા સુધી ‘સી-પ્લેન’ માટે દિવસમાં કુલ ચાર ફલાઇટ શરૂ કરવામાં આવનારી છે. સ્પાઇસ જેટ દ્વારા આશરે 19 સીટ ધરાવતું વિમાન રાખવામાં આવશે અને આ રૂટ પર એક પ્રવાસી દીઠ ટિકિટનો દર રૂપિયા 4800 રાખવામાં આવશે. પ્રથમ ફલાઇટનું ઉદ્ઘાટન તારીખ 31 ઓક્ટોબર 2020ના રોજ થવા જઇ રહ્યું છે.
અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 31 ઓકટોબરથી ઉડાન ભરશે સી પ્લેન
Last Updated : Aug 30, 2020, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details