તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર
કોરોના મહામારીમાં જારી કરાયેલા લૉકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુરુવારે શાળા સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ફી ઓછી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ગરીબ વર્ગના વિધાર્થીની ફી માફી કરવામાં આવશે જોકે બધાંની ફી ઘટાડવામાં નહીં આવે.
તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર
અમદાવાદઃ હાઇકોર્ટમાં શાળા-સંચાલકો તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે FRC નિયમ પ્રમાણે ફી વધારો મેળવ્યો નથી ત્યારે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની ફી માફી કરીશું પરંતુ તમામ વિદ્યાર્થીઓની ઘટાડવામાં નહીં આવે. આ મુદ્દે આવતીકાલે હાઇકોર્ટ મહત્વપૂર્ણ નિર્દેશ કે ચૂકાદો આપી શકે છે.