આ એક વિશિષ્ટ કન્વેન્શન છે જ્યાં ગાંધીજીના વિચારો આજના આધુનિક યુગમાં કેટલા સાર્થક છે તેના પર પ્રકાશ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય રાજ્ય પ્રધાન, કેબિનેટ પ્રધાન પુરષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુજી તથા ઉત્તર પ્રદેશના વરિષ્ઠ ભાજપ નેતા સુનિલ ભારલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં 13 ઓક્ટોબરે 'સંકલ્પ ફોર ખાદી એન્ડ બાપુ 150'ની કરાશે ઉજવણી
અમદાવાદઃ દેશ અને વિશ્વના અનેક દેશોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સંકલ્પ ફોર ખાદી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 ઓક્ટોબર રવિવારના રોજ એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
Sankalp for Khadi and Bapu 150 to celebrated in Ahmedabad
મુળભુત રીતે સંકલ્પ ફોર ખાદીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ પરિધી શર્માએ ઉઠાવેલો એક કદમ છે. ગાંધીવાદી, સાચા રાષ્ટ્રવાદી તેમજ દેશભક્ત તરીકે તેઓ હંમેશા ખાદી વીવર્સ અને તેમના પરિવારોના ઉત્થાન માટેના અભિપ્રાય પર કામ કરે છે.