- અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસની બહાર લાગી લાંબી લાઈન
- વિદ્યાર્થીઓના RTE ફોર્મ રદ થયા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસની બહાર લગાવી લાઈન
- અત્યારે RTEના ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે
- મોટા ભાગના ફોર્મ સરનામા અને ભાડા કરાર યોગ્ય ન હોવાથી રદ થયા
અમદાવાદઃ રાજ્યમાં RTE ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે. જોકે, હાલમાં ફોર્મ ચકાસણીની કામગીરી ચાલુ છે ત્યારે અમદાવાદ DEO કચેરી ખાતે જે વિદ્યાર્થીઓના RTE ફોર્મ રિજેક્ટ થયા છે. તે વિદ્યાર્થીઓએ વહેલી સવારથી જ DEO કચેરી ખાતે લાઈન લગાવી હતી.
મોટા ભાગના ફોર્મ સરનામા અને ભાડા કરાર યોગ્ય ન હોવાથી રદ થયા આ પણ વાંચોઃRTE Admission: વડોદરામાં RTEની 3,800 માટે 7,936 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા કેટલાક વાલીઓએ યોગ્ય રીતે આવકના પૂરાવા રજૂ નથી કર્યાઃ DEO
તો આ તરફ વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, ખોટી રીતે તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. તો આ મામલે DEO હિતેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, મોટા ભાગના ફોર્મ સરનામા અને યોગ્ય ભાડા કરાર ન હોવાથી રિજેક્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષે અમદાવાદ જિલ્લામાં 50,000 જેટલા ફોર્મ ભરાયા છે. જ્યારે કેટલાક વાલીઓ દ્વારા આવકના પૂરાવા યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા નહતા. તેના કારણે ફોર્મ રદ થયા છે. દરેક વાલીઓ દ્વારા DEOને દરેક વાલીઓને સાંભળવામાં આવ્યા હતા. જ્યારે આગામી સમયમાં RTEની પ્રવેશ ફાળવણીની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃRight To Education Act: પાટણ જિલ્લામાં ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ
વધુ મુદત આપવા વાલીઓની માગ
તો આ સમગ્ર મામલે વાલીની માગ છે કે, જે મુદ્દત આપવામાં આવી હતી. તે વધારવામાં આવે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે. ત્યારે હાલ તો RTE ફોર્મ ચકાસણીની કામગીરી ચાલુ છે.