રેશ્મા પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે માનસિક રીતે ભાજપને બહુ પહેલા છોડ્યું હતું અને વિધિવત રીતે પછી છોડ્યું છે. આ સાથે સાથે NCPમાં જોડાવાનો આનંદ છે અને એક ઉમેદવાર તરીકે પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અંતે રેશ્મા પટેલ NCPમાં જોડાયા, માણાવદર વિધાનસભાથી લડશે પેટા ચૂંટણી - AHD
અમદાવાદઃ એક સમયના પાટીદાર અનામત આંદોલનના નેતા ગણાતા અને ત્યારબાદ ભાજપનો સાથ આપનારા રેશ્મા પટેલ NCPમાં જોડાયા છે. NCPના અગ્રણી નેતાઓની હાજરીમાં રેશ્મા પટેલે NCPનો ખેસ ધારણ કર્યો હતો.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું NCPના તમામ અગ્રણીઓને વિશ્વાસ અપાવવા માંગું છું કે, NCPની મજબૂતાઇથી આગળ વધારવાનો તેમનો સંકલ્પ છે અને જેમાં તે પુરેપુરો ફાળો આપશે. માણાવદર લોકસભા બેઠક માટે NCPના ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટા ચૂંટણી લડવી મારા માટે આનંદની વાત છે અને આ બેઠક પર વિજય થશે. NCPએ મારા ઉપર જે જવાબદારી આપી છે તેને હું દિલ, શક્તિથી અને પ્રામાણિકતાથી નીભાવીશ.
ઉલ્લેખનીય છે કે, રેશ્મા પટેલ સૌ પ્રથમ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હતા અને ત્યારબાદ વરુણ પટેલ સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં રેશ્મા પટેલે અનેક વખત પક્ષ સામે બળવો કર્યો હતો પક્ષ વિરોધી નિવેદનો પણ આપ્યા હતા.ત્યારપછીભાજપ સાથે છેડો ફાડ્યા બાદ આજે NCP માં જોડાયા હતા અને તેઓ માણાવદર વિધાનસભાથીપેટા ચૂંટણી લડશે.