અમદાવાદઃ અમદાવાદ શહેરને 26 જુલાઈ, 2008ના રોજ આતંકીઓ દ્વારા લોહીલુહાણ કરવામાં આવ્યું હતું. આ સિરિયલ બોમ્બબ્લાસ્ટના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. 49માંથી38ને ફાંસીની અને 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. 18 ફેબ્રુઆરીની સવારે 11 વાગ્યે જજે સજા સંભળાવવાની શરૂઆત કરી હતી. આ સમયે સાબરમતી જેલમાં બંધ દોષિતો જેમ જેમ સજા સાંભળવા લાગ્યા તેમ તેમ રડવા (Reaction on Blast Case Judgement )લાગ્યાં હતાં. જેવી સજાની જાહેરાત થતી કે કેટલાક દોષિત રડવાનું શરૂ કરી દેતા હતાં તો કેટલાક માનસિક રીતે ભાંગી પડ્યા હતાં. બીજી તરફ અમુક દોષિતના ચહેરા પર પસ્તાવો (Sentencing in 2008 Ahmedabad bomb blast case) પણ જોવા મળ્યો નહોતો.
દોષિતોને 2.85 લાખનો દંડ, મૃતકના પરિવારજનને રૂ.1 લાખનું વળતર
કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર (Sentencing in 2008 Ahmedabad bomb blast case) ચૂકવવા આદેશ કરાયો છે.
તત્કાલીન સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા
બૉમ્બ બ્લાસ્ટ થયો હતો તે વખતે સિવિલ હોસ્પિટલના (Civil Hospital Superintendent M M Prabhakar ) તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ હતાં ડો.એમ. એમ. પ્રભાકર. તેમણે એ ઘટનાને યાદ (Witnesses welcoming sentence in Ahmedabad blast case ) કરતાં જણાવ્યું હતું કે બૉમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હું ઓફિસમાં બેઠો હતો. જેવો ધડાકાનો અવાજ સાંભળ્યો કે તરત જ બહાર આવી ગયો હતો અને મને મેસેજ મળ્યાં કે ટ્રોમા સેન્ટર પાસે બૉમ્બ બ્લાસ્ટ (Ahmedabad Civil Trauma Center Blast 2008 ) થયો છે. ત્યારે અહીં જે બૉમ્બ બ્લાસ્ટ થયો તેમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ત્યારે સિવિલ કેમ્પસ આખું લોહિયાળ થઈ ગયું હતું. હું જાતે લોકોને સારવાર માટે લઈ જતો હતો. ત્યારે લોકોમાં એક ભય પેદા થયો હતો. એ દ્રષ્યો આજે પણ મને રાત્રે ઊંઘમાં યાદ આવે છે અને મારી ઊંઘ (Reaction on Blast Case Judgement )ઊડી જાય છે.