- રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં બેઠકો શરૂ
- કોરોના ને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદીપસિંહ
- કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા કાઢવામાં આવશે : ગૃહપ્રધાન
અમદાવાદ: રથયાત્રા(Rathyatra)ને લઈને જગન્નાથ મંદિરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે મંદિરમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
કોરોના કેસના આધારે નિર્ણય લેવાશે
પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા વિશે કહ્યું કે 11 તારીખથી મંદિર ખુલ્લા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગાઈડલાઇન મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે. આજે (11 જુન) મેં પણ દર્શન કર્યા છે, મંદિરના મહંત સાથે પણ વાત થઈ છે રથયાત્રા યોજવા અંગે સીએમ સાથે ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસોની સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત જળયાત્રા પણ કોવિડ પ્રોટોકોલ મુજબ થશે. ત્યારે મહત્વનું છે કે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા નો આજે જન્મદિવસ હોવાથી તેઓ ભદ્રકાળી અને જગન્નાથ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.