અમદાવાદઃ રાજકોટ જિલ્લા પંચાયતના એક ચૂંટાયેલા પ્રતિનિધિએ રસ્તા પહોળા કરવાની માગ (Demand for widening of roads in Rajkot) સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે પણ તેમની આ અરજીની આવકારદાયક પગલું ગણાવ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાનો મુદ્દો લઈને કોર્ટ (Application in Rajkot District Panchayat High Court) સમક્ષ આવ્યા તે સારી બાબત છે.
આ પણ વાંચોઃAdvocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો
રસ્તા પહોળા થશે તો હાલાકી ઘટશે
રાજ્ય સરકારે આ અરજીમાં જવાબ રજૂ કરવા માટે સમયની માગ કરી હતી, જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને સમય આપ્યો છે. અરજદારની રજૂઆત હતી કે, રાજકોટના અમુક ગ્રામીણ વિસ્તારમાં સારા રસ્તાઓની (Demand for widening of roads in Rajkot) જરૂર છે. અહીં રસ્તા ખરાબ હોવાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે જો પહોળા રસ્તા બનાવવામાં આવે તો લોકોને હાલાકીનો સામનો કરવો (Demand for widening of roads in Rajkot) નહીં પડે.
આ પણ વાંચોઃNityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો
આગામી સુનાવણી 31 માર્ચે
જનતા માટે રસ્તાની માગ સાથે થયેલી આ અરજીમાં હાઈકોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જનપ્રતિનિધિઓ જનતાના મુદ્દાઓ સાથે કોર્ટમાં આવતા નથી. તમે જનતાનો મુદ્દો લઈને આવ્યા છો એ કોઈ ખોટું નથી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 31 માર્ચે હાથ ધરાશે.