ગુજરાત

gujarat

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો

By

Published : Mar 6, 2020, 5:24 PM IST

સવારથી રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં વરસાદી માવઠું જોવા મળ્યું હતું. અમદાવાદમાં પણ સવારથી વાદળાં ઘેરાયેલાં હતાં, અને સાંજના સમયથી વરસાદ શરુ થયો હતો. ઓફિસ છૂટવાના સમયે વરસાદનું પ્રમાણ વધતાં શહેરીજનો આ કમોસમી વરસાદને જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા.

etv bharat
etv bharat

અમદાવાદ: રાજ્યના ઘણાં જિલ્લાઓમાં પડેલા માવઠાંને પગલે ખેડૂતો માટે વધુ એકવાર પડ્યાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ખેતરમાં હાલ તૈયાર ઊભેલાં ઘઉં, ચણા, જેવા પાકમાં આ માવઠાંથી નુકસાન થઈ શકે છે. અમદાવાદમાં વાતાવરણના આવા બદલાવને લઇને કોરોના વાયરસની વકરવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદના તમામ વિસ્તારો સહિત પૂર્વ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરુ થયો છે.

હાટકેશ્વર, ખોખરા, મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઈસનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી રખિયાલ, ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પશ્ચિમમાં વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. હાથીજણ રામોલ માર્ગ પર ડાકોર જતાં પદયાત્રીઓના સેવા કેમ્પના મંડપો પલળી જવાની સાથે ભારે પવનમાં અંશત: નુકશાન સાથે પદયાત્રીઓને વિસામો કરવો પડ્યો છે.

રાજ્યભરમાં આજથી અતિમહત્ત્વની એવી SSC અને HSCની પરીક્ષાઓ શરુ થઈ ગઈ છે ત્યારે વાતાવરણના બદલાવથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, અને શારીરિક તંદુરસ્તી જાળવવાના ઉપાયો વિશે વિચારતાં થયાં છે.

ABOUT THE AUTHOR

...view details