ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ વરસ્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની અવિરત મહેર થઈ રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ અને માંગરોળમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ વરસ્યો
અમદાવાદઃ આજે 4 ઓગસ્ટ,2020 સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 29 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વેરાવળમાં પાંચ ઈચ અને સુત્રાપાડામાં 3 ઈંચ વરસાદ થયાના સત્તાવાર આંકડા મળ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજામાં 1.45 ઈંચ, જાફરાબાદ તાલુકામાં 1.37 ઈંચ અને ખાંભામાં 1.29 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.