- માધવસિંહના મોતથી ગુજરાતમાં એક દિવસનો શોક
- રવિવારના રોજ તેમના પાર્થિવદેહને કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે
- રાહુલ ગાંધી પણ ગુજરાત તેમના પાર્થિવદેહના દર્શન કરવામાં આવી શકે છે
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, ભારત સરકારના ભૂતપૂર્વ વિદેશપ્રધાન અને રાજ્યના અગ્રણી રાજનેતા માધવસિંહ સોલંકીનું તા.09/01/2020ના રોજ 94 વર્ષની વયે ગાંધીનગર ખાતે થયેલ દુઃખદ અવસાનથી સરકારે અને રાજકીય તમામ નેતાઓ સહિત કાર્યકર્તાઓએ ઊંડાખેદની લાગણી અનુભવી છે. માધવસિંહ સોલંકીનો જન્મ 30મી જુલાઈ,1927ના રોજ મહેસાણા જિલ્લાના પિલુન્દ્રા ખાતે થયો હતો. તેઓએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત 1947થી કરેલ હતી. તેઓ 1976માં પ્રથમ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા, ત્યારબાદ સને 1981થી 1985 અને 1989થી 1990ના સમયગાળામાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવાઓ આપેલી હતી. તેઓએ ચાર વખત ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે સેવાઓ આપેલી છે. તેમને સન 1991-92ના સમયગાળા માટે ભારત સરકારમાં વિદેશપ્રધાન તરીકે પણ સેવાઓ બજાવેલ હતી.
સ્વ.માધવસિંહના પાર્થિવદેહને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય લવાશે, રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત સરકારે અને રાજકીય નેતાઓમાં દુઃખનો માહોલ
સ્વ.માધવસિંહ સોલંકીએ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે અનમાત પ્રથા રજૂ કરેલ હતી. ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજનાનો વિચાર સૌપ્રથમ તેઓએ રજૂ કર્યો હતો. સ્વ. માધવસિંહ સોલંકી સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પણ કાર્યરત હતા. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વ. માધવસિંહ સોલંકીના અવસાન અંગે ગુજરાતની જનતા અને સરકારે ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.
સ્વ.માધવસિંહના પાર્થિવદેહને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય લવાશે રવિવારે સ્વ. માધવસિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે તારીખ 10 જાન્યુઆરીએ બપોરે 03થી 05 વાગ્યા સુધી રાખવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તેમના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા રાહુલ ગાંધી પણ આવતીકાલે ગુજરાત આવી શકે છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ તેમના પાર્થિવદેહના દર્શન કરી શકે છે. જે અંગે થઇ હાલ કોંગ્રેસ કાર્યાલય તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
સ્વ.માધવસિંહના પાર્થિવદેહને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય લવાશે