ગુજરાત

gujarat

ETV Bharat / city

Promotion of the Rocketry Film: એક્ટર R માધવન આવ્યો અમદાવાદ, શું કહ્યું આ ફિલ્મ વિશે - બોક્સ ઓફિસના રેકોર્ડ

અમદાવાદમાં R માધવન(Bollywood actor R Madhavan) તેની અપકમીંગ ફિલ્મનું પ્રમોશન (Upcoming Movie Rocketry) કરવા આવ્યો હતો. ટૂંક સમયમાં તેની ફિલ્મ રોકેટ્રી ધ નાંબી ઇફેક્ટ રિલીઝ થવા જઈ રહી છે. ચાલો જાણીયે શું કહ્યું R માધવને પોતાની આ ફિલ્મ વિશે..

Promotion of the Rocketry Film: એક્ટર R માધવન આવ્યો અમદાવાદ, શું કહ્યું આ ફિલ્મ વિશે
Promotion of the Rocketry Film: એક્ટર R માધવન આવ્યો અમદાવાદ, શું કહ્યું આ ફિલ્મ વિશે

By

Published : Jun 22, 2022, 9:32 PM IST

અમદાવાદ:બોલિવૂડ અભિનેતા R માધવનની(Bollywood actor R Madhavan) અપકમિંગ ફિલ્મ રોકેટ્રી ધ નાંબી ઇફેક્ટ(Rocketry The Nambi Effect) રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ પ્રમોશન માટે માધવન (Film promotion R Madhvan) અમદાવાદના મહેમાન બન્યા હતા. R માધવને ઈસરોના સ્પેસ ઈજનેર નાંબી નારાયણની જિંદગી પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં દેશના જાણીતા ઈસરોના વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર (ISRO scientist and aerospace engineer) નામ્બી નારાયણના જીવન સંઘર્ષની કહાનીની વાત કરવામાં આવી છે.

ફિલ્મ રોકેટ્રી ધ નાંબી ઇફેક્ટ રિલીઝ થવા જઈ રહી છે. ચાલો જાણીયે શું કહ્યું R મળવાને પોતાની આ ફિલ્મ વિશેએમાં તેને એક્ટિંગની સાથે સાથે દિગ્દર્શકનું પણ કામ કરેલું છે.

આ પણ વાંચો:'આશ્રમ'ની 'સોનિયા' ફેમ ઈશા ગુપ્તા બની વર્ષની Most Desirable Women of the Year, તસવીરો સામે આવી

R માધવને ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે -જાણીતા વૈજ્ઞાનિક નામ્બી નારાયણના જીવન સંઘર્ષ(Nambi Narayan Biopic Movie) કહાની પર ફિલ્મ રોકેટ્રી બનવામાં આવેલી છે. આ વૈજ્ઞાનિક નામ્બી નારાયણ વિષે મોટાભાગના લોકો નથી જાણતા, પરંતુ તેના જીવનના સંઘર્ષ અને અંદરની વાત બહુ ઓછા લોકો જાણે છે. જેને લઈને R માધવને કહ્યું કે, ફિલ્મમાં કેવી રીતે વજન ધટાડો, કેવી રીતે વજન વધાર્યો(How to gain weight) તેની વાત કરી હતી. આ ફિલ્મ માટે વજનને લઈને એક રિચર્સ કર્યું હતું. સવારથી સાંજ સુધીની માધવને પ્રોસેસ પણ કહી હતી. ફિલ્મ વિશે જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિક નામ્બી નારાયણ વિશે ન જાણવું તે પણ દેશ સાથે અપરાધજનક કૃત્યથી ઓછું નથી. કારણ કે, નામ્બી નારાયણ સહિત દેશના ઘણા એવા મહાન વ્યકતીઓ છે. જેમણે દેશ માટે બહુ જ આપ્યું છે. વધુમાં 'કોઇ પણ દેશ મહાન નથી રહી શકતો જયા સુધી દેશને મહાન બનાવવા વાળાની કદર કરવામાં ન આવે'. આ લાઇનમાંથી પ્રેરણા મેળવી તેઓએ રોકેટ્રી ફિલ્મનું નિર્માણ કર્યું હોવાનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો:આ જાણીતા સિંગરની પત્નીનું લગ્નના દિવસે જ મૃત્યુ થયુ, જાણો પછી સિંગરે શું કર્યુ

R માધવન આ ફિલ્મમાં શું છે -R માધવન ન માત્ર અભિનેતા પરંતુ એક લેખક, એક નિર્માતા અને એકટીવ પ્રસ્તુતકર્તા છે. R માધવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પોતાની સારી એક્ટિંગથી આ વાતનો પુરાવો આપ્યો છે. માધવનને તમિલનાડુ રાજ્ય પુરસ્કાર(Tamil Nadu State Award to Madhavan) પણ મળ્યો છે. R માધવનને હિન્દી ફિલ્મોમાં ‘રહેના હૈ તેરે દિલ મેં’થી ઓળખ મળી હતી. આ ઉપરાંત રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં કામ કર્યું હતું . જેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ(Box office records) તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન , શરમન જોશી અને કરીના કપૂર ખાન જોવા મળ્યા હતા .

ABOUT THE AUTHOR

...view details