ગુજરાત

gujarat

ETV Bharat / city

જાહેરમાં કચરો બાળવાની પ્રથા ન અટકાવી શકનાર કોર્પોરેશન પાસેથી હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો - એકશન ટેકન રિપોર્ટ

અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં કચરો-પ્લાસ્ટિક બાળવા મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પાલન ન થતા દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે અમ્યુકો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, જીપીસીબીને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે પક્ષકારોને માર્ચ મહિના સુધીમાં ક્યાં પ્રકારના પગલા લેવાયા એ મુદ્દે એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

જાહેરમાં કચરો બાળવાની પ્રથા ન અટકાવી શકનાર કોર્પોરેશન પાસેથી હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો
જાહેરમાં કચરો બાળવાની પ્રથા ન અટકાવી શકનાર કોર્પોરેશન પાસેથી હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો

By

Published : Feb 4, 2020, 8:25 PM IST

અમદાવાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, અમદાવાદ શહેરમાં દરરોજ 4 હજાર મેટ્રીક ટન સોલિડ વેસ્ટ એટલે કે, કચરો જનરેટ થાય છે. જે પૈકી માત્ર 50 ટકા જ કચરો કોર્પોરેશનની મોટી ડસ્ટબિન કે અન્ય સ્થળે ડિસ્પોઝ કરવામાં આવે છે. જ્યારે ઘણો કચરો સફાઈ કર્મચારીઓ દ્વારા જે તે સ્થળ પર જ સળગાવી દેવામાં આવે છે અને તેનાથી નીકળતી ઝેરી ગેસને લીધે આરોગ્ય પર ગંભીર અસર થાય છે. ઘણા પ્રકારના ગેસમાં કારસિનોઝન જોવા મળે છે કે, જેને કેન્સરની બિમારી માટે મહત્વનું કારણ માનવામાં આવે છે.

જાહેરમાં કચરો બાળવાની પ્રથા ન અટકાવી શકનાર કોર્પોરેશન પાસેથી હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો

અરજદારે દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, કોર્પોરેશન અલગ અલગ વિસ્તારમાં પ્રદુષણના સ્તરની માપણી કરે જેથી વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવે. સોલિડ કચરાથી કેન્સર, ફેંફસા, હદય સહિતની અનેક ગંભીર બિમારીઓ થઈ શકે છે. લોકો અને સફાઈ કર્મચારીઓ જાહેરમાર્ગ પર કચરો ન સળગાવે તેના માટે કોર્પોરેશન દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ મુદ્દે તમામ પક્ષકારોને એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details