- 18થી વધુની ઉંમરના નાગરિકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન બાદ વેક્સિન અપાશે
- આ પહેલા ગુરુવારથી GMDC ખાતે પેઈડ ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન માટે એક ખાનગી હોસ્પિટલને મંજૂરી અપાઈ હતી
- સામૂહિક રસીકરણથી આપણે હાર્ડ ઈમ્યુનિટીમાં સુધારો કરી શકીએ : ડૉક્ટર
અમદાવાદ : GMDC ખાતે અમદાવાદ મહાનગર પાલિકા અને ખાનગી હોસ્પિટલ સંયુક્તપણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ ખાતેના ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, અમે દરરોજ 1 હજાર લોકોને કોવિશિલ્ડ રસી આપીશું. જેના દરેક લાભાર્થી દીઠ 1000 રૂપિયા ચૂકવવાના થશે.સામૂહિક રસીકરણથી આપણે હાર્ડ ઈમ્યુનિટીમાં સુધારો કરી શકીએ છીએ.
આ પણ વાંચો : Vaccination: GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ
એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયું
વેક્સિન લેવા માગતા લોકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક હજાર રૂપિયાના ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે આ ચાર્જેબલ વેક્સિનેશન સંદર્ભે રાજ્ય સરકાર સાથેની ચર્ચા મુદ્દે માહિતી ન હોવાનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ રાજ્ય સરકાર વેક્સિન પર ધ્યાન આપે છે. આ નિર્ણય કોર્પોરેશનનો સ્વાયત નિર્ણય હોઈ શકે છે. જોકે આ મુદ્દે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના અમોધ શસ્ત્ર એવા કોરોના રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે. તદ્દાનુસાર અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ