ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદીના અમદાવાદ આગમનને લઈને તૈયારી પૂર્ણ, ASLની યોજાઈ બેઠક

અમદાવાદ આવેલા સી-પ્લેનને લઈને ચારે તરફ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હવે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતીથી કેવડિયા સુધી સી-પ્લેન પ્રોજેક્ટને જનતા લોકો માટે ખુલ્લો મૂકશે. વડાપ્રધાનના આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ASLની બેઠક મળી હતી.

31મીએ વડાપ્રધાનના અમદાવાદ આગમનને લઈને તૈયારી પૂર્ણ, ASLની યોજાઈ બેઠક
31મીએ વડાપ્રધાનના અમદાવાદ આગમનને લઈને તૈયારી પૂર્ણ, ASLની યોજાઈ બેઠક

By

Published : Oct 28, 2020, 4:51 PM IST

  • 31 ઓક્ટોબરે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારી પૂર્ણ
  • સી-પ્લેનનું અત્યાર સુધી 2 વખત ટ્રાયલ રન યોજાયું
  • દરરોજ 4 ફ્લાઈટ ઊડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદઃ 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનમાં જઈ સી-પ્લેન પ્રોજેક્ટને જનતા માટે ખૂલ્લો મૂકશે. વડાપ્રધાનના આગમન પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યાં સી-પ્લેન મૂકવામાં આવ્યું છે. તે જગ્યા બંને બાજુથી બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે રિવરફ્રન્ટ ખાતે ASLની મિટિંગ મળી હતી.

વોટર એરોડ્રોમમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક
સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યાં વોટર એરોડ્રોમ બનાવવામાં આવ્યું છે. ત્યાં આજે તમામ વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં જનતા માટે સી-પ્લેનને ક્યારથી શરૂ કરવું અને દરરોજ કેટલી ફ્લાઈટ ઊડાવવી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રોજ 4 ફ્લાઈટ ઉડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીના અમદાવાદ આગમનને લઈને તૈયારી પૂર્ણ
રિવરફ્રન્ટ પર સ્થાનિક પોલીસ, SPG, SRPના જવાનો તો નદીમાં ફાયરબ્રિગેડના જવાનો ખડેપગે
વડાપ્રધાનના આગમન પહેલાં સુરક્ષાના કારણે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેની તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાલ સ્થાનિક પોલીસના જવાનો અને SRPના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સામાન્ય લોકો માટે સી-પ્લેન પ્રોજેકટને રિવરફ્રન્ટ પર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત SPGના જવાનો પણ સવાર સાંજ ડોગ સ્કવોડ સાથે તપાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details