ગુજરાત

gujarat

ETV Bharat / city

ગર્ભવતી મહિલા આરોગ્ય તપાસ માટે આવી, પ્રસૂતિનું દર્દ ઉપડતાં 108 દ્વારા સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવાઈ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નાની-મોટી બીમારીઓની દવા આપવામાં આવે છે, ત્યારે ગર્ભવતી મહિલા અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ચેકઅપ માટે ગઈ હતી ત્યારે મહિલાને અચાનક જ દુખાવો થતાં તેમની સ્થળ જ પ્રસૂતિ કરાવવામાં 108ની ટીમને સફળતા મળી હતી.

By

Published : Dec 4, 2020, 7:43 PM IST

ગર્ભવતી મહિલા આરોગ્ય તપાસ માટે આવી, પ્રસૂતિનું દર્દ ઉપડતાં 108 દ્વારા સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવાઈ
ગર્ભવતી મહિલા આરોગ્ય તપાસ માટે આવી, પ્રસૂતિનું દર્દ ઉપડતાં 108 દ્વારા સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવાઈ

  • 108ની ટીમ દ્વારા મહિલાની સ્થળ પર પ્રસૂતિ કરાઈ
  • અર્બન હેલ્થ સેન્ટરમાં ચેકઅપ માટે આવેલ મહિલાને દુખાવો શરુ થયો હતો
  • માતા અને બાળકી બન્નેની હાલત તંદુરસ્ત
  • રૂટીન મેડિકલ ચેકઅપ માટે આવી હતી મહિલા

અમદાવાદઃ ચાંદલોડીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેખાબેન અનિલભાઈ દંતાણી નામના મહિલા ચેકઅપ માટે આવ્યાં હતાં. રેખાબેન ગર્ભવતી હતાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં નિયમિત આવતાં હતાં તે રીતે જ ચેકઅપ માટે આવ્યા હતાં. ત્યાં અચાનક જ તેમને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો.

108ની ટીમે તાત્કલિક સ્થળ પર જ પ્રસૂતિ કરાવી

108માં ફરજ બજાવતા જ્યોતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, તેમની ટીમ ચાંદલોડીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જ હોલ્ડ પર રાખવામાં આવે છે. તેવામાં તેમને રેખાબેન અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોચ્યાં હતાં અને અન્ય મહિલા સાથે મળીને ચેક કરતાં હતાં. આ દરમિયાન બાળકનું માથું માતાના ગર્ભાશયમાંથી બહાર આવી ગયું હતું. જે બાદ તેમને સ્થળ પર જ વ્યવસ્થા કરીને રેખાબેનની પ્રસૂતિ કરાવી હતી.

108ની ટીમ સમય પર ન પહોંચી હોત તો માતા અને બાળક મુશ્કેલીમાં મૂકાત

108ની ટીમ તાત્કલિક સ્થળ પર પહોચી તેથી સફળ પ્રસુતિ થઇ શકી અને રેખાબેને બાળકીને જન્મ આપ્યો, પરંતુ 108ની ટીમ સ્થળ પર સમયસર ન પહોચી હોત તો બાળક અને માતા બન્ને મુશ્કેલીમાં મૂકાયા હોત. જો કે, હાલ બન્નેની હાલત સારી છે અને સોલા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 108 દ્વારા હાલ કોરોનાની મહામારીમાં પણ સેવા અપાઈ રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારના બનાવોમાં પણ 108ની ટીમ ખડેપગે ઉભી રહીને કાર્ય કરે છે.

ABOUT THE AUTHOR

...view details