- સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદ્દે મહત્વના સમાચાર
- સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ 'નો પાર્કિંગ' ના નામે વાહન જપ્ત કરી શકે નહીં
- ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય
અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે પોતાના વાહનને ટોઈંગ કરવા સામે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે અરજદારને જણાવવામાં આવ્યું હતું કે, તેમનું વાહન પાર્કિંગના નિયમોનું પાલન ન કરવાના કારણે થયું છે. તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમનું વાહન 'નો પાર્કિંગ ઝોન' માંથી જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને RTIના જવાબમાં ઉલ્લેખ કર્યો છે કે, રિવરફ્રન્ટ પર 'નો પાર્કિંગ ઝોન' છે જ નહીં.