ગુજરાત

gujarat

ETV Bharat / city

PGમાં મહિલાની છેડતી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો - AHD

અમદાવાદ: શહેરના નવરંગપુરમાં પીજીમાં મહિલાની સાથે શારીરિક અડપલાં કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે વિકૃત માનસિકતાને કારણે આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 20, 2019, 1:58 AM IST

Updated : Jun 20, 2019, 4:52 AM IST

શહેરના નવરંગપુરાના સીજી રોડ પર આવેલા સંસ્કાર પીજીમાં ચાર દિવસ અગાઉ એક માનસિક વિકૃતિ ધરાવતા યુવકે પીજીમાં સુતેલી વૉર્ડનને શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી. જે પીજીની યુવતી જોઈ જતા યુવક ભાગી ગયો હતો. જે બાદ પીજીના સિસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં આરોપી યુવક વૉર્ડન સાથે બીભત્સ હરકતો કરતો નજરે પડ્યો હતો. આ મામલે મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગૃહ વિભાગે અને મહિલા અયોગે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે આ મામલે 6 ટિમ બનાવી તપાસ શરૂ કરી હતી.

આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે જઈને પુરાવા એકઠા કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને આરોપીનો ચહેરો અને સાથે લઈને આવેલ બાઇક વિશે જાણકારી મળી હતી તથા પીજીની અન્ય યુવતીઓની પણ પૂછપરછ કરી હતી અને તેમાંથી મળેલી માહિતીને આધારે તપાસ કરી હતી. ત્યારબાદ બાતમીને આધારે આરોપી ચંદખેડામાં હોવાનું જાણવા મળતા ચંદખેડામાંથી આરોપીની ધરપકડ કરી હતી.


ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે ભાવિન પ્રવિનચંદ્ર શાહ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડીને તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપી મૂળ દહેગામનો વતની છે અને હાલ નારોડમાં રહે છે. આરોપીની ઉંમર 29 વર્ષ છે અને તે ઓનલાઈન ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. આરોપી અગાઉ પીજીમાં 2 વખત પીઝાની ડિલિવરી કરવા આવી ચુક્યો છે માટે અહીંના રસ્તાઓથી પણ તે વાકેફ હતો.

આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે, મહિલાની સાથે કૃત્ય કરવાના ઇરાદે જ પીજીમાં ગયો હતો. પોલીસ તપાસમાં આરોપીની માનસિકતા વિકૃત હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી 4 દિવસ સુધી ક્યાં હતો, કોની મદદ લીધી હતી અને અન્ય કોઈ પણ તેની સાથે આ કૃત્યમાં સામેલ છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.

Last Updated : Jun 20, 2019, 4:52 AM IST

ABOUT THE AUTHOR

...view details