ગુજરાત

gujarat

ETV Bharat / city

આતુરતાનો અંત, PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ (PM Modi Gujarat Visit) પ્રોજેક્ટ અમદાવાદ શહેરમા મેટ્રો (PM Modi Metrol Rail function) ટ્રેન ફેઝ 1 સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચુક્યો છે. દેશના વડાપ્રધાન નવરાત્રીમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રોના ફેઝનો વસ્રાલથી થલતેજ સુધી 21 કિમી લાંબો મેટ્રો રુટ ખુલ્લો મૂકશે. તેઓ મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે.

આતુરતાનો અંત, PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ
Etv Bharatઆતુરતાનો અંત, PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ

By

Published : Sep 20, 2022, 7:57 PM IST

અમદાવાદઃછેલ્લા ઘણાં સમયથી અમદાવાદની પ્રજા (PM Modi Metro inauguration) જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. એ આતુરતાનો અંત આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરની જનતાને નવરાત્રીમાં ભેટ આપવા જઈ રહ્યા છે. ભારતના મેટ્રો શહેરમાં હવે અમદાવાદનું નામ ઉમેરાયુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ધણા સમયથી ચાલતા મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Rail) પ્રોજેક્ટની કામગીરી આખરે હવે પૂર્ણ થઈ છે.

આતુરતાનો અંત, PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ

ક્યાંથી ક્યાંઃ વસ્રાલ થી થલતેજ 21 કિમી લાંબારુટ પર મેટ્રો ટ્રેનની 30 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી હસ્તે શરુઆત કરવામાં આવશે. જેને લઇને મેટ્રો વિભાગ દ્નારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. શહેરમાં સૌથી લાંબો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ વસ્રાલથી થલતેજ 21 કિમીનો છે. શહેરના ગીચ વિસ્તારમાંથી પણ પસાર થતી હોવાથી 6 કિમી અંડર ટનલ બનાવવામાં આવી છે.

સ્ટેશન તૈયારઃ કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.એટલે અમદાવાદમાં મેટ્રો પિલ્લર સાથે સાથે અંડર ટનલમાંથી પણ પસાર થશે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના 21 કિમી લાંબા રૂટ પર નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન એમ કુલ 17 સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

આતુરતાનો અંત, PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ

સમયની બચતઃશહેરમાં ટ્રાફિકની ભારણ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે. જેના કારણે સમય પણ વધુ વેડફાતો જોવા મળી આવે છે. પણ હવે શહેરમાં મેટ્રોની શરુઆત થતાં જ પૂર્વ થી પશ્ચિમ અંતર ગણતરીની મિનિટમાં કાપી શકાશે. મેટ્રો ટ્રેન શહેરની જનતાને દર 15 મિનિટ મળી રહેશે. તેના દરની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછુ 5 રુપિયા અને વધુમાં વધુ 25 રુપિયા રાખવામાં આવ્યું છે. મેટ્રો ભાડામાં 5,10,15,25 આમ અલગ અલગ પ્રકારના ભાડા દર નક્કી કરવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કોઃફેઝમાં સૌથી પહેલા 5 કિમીનો રુટની કામગીરી પુર્ણ થતાં જ અનેક વાર ટ્રાયલ રન યોજાયો હતો. ટ્રાયલ સફળ થતાં 5 કિમી રુટ શરુઆત કરવામાં આવી હતી તે સમય દરમિયાન 5 સ્ટેશન પર સ્ટોપ હતુ. હવે 21 કિમી લાંબા રુટની કામગીરી અને ટ્રાયલ પણ સફળ થતાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રુટ પર મેટ્રોની શરુઆત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details