ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યમંત્રી રાહત નિધિ ફંડની જાણકારી વેબસાઈટ પર મુકવા હાઇકોર્ટમાં PIL

અમદાવાદઃ મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં થતી આવક, દાતાઓના નામ અને તેમાથી થતા ખર્ચ તથા તે રકમનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે, તેની જાણકારી વેબસાઈટ પર મુકવામાં આવે તે અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટ આ મામલે મહેસુલ મંત્રાલયને નોટિસ પાઠવી આગામી 18મી એપ્રિલ સુધી ખુલાસો રજૂ કરવાનો આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 31, 2019, 11:59 AM IST

કાયદા પ્રમાણે મુખ્યમંત્રી રાહત નિધિની વેબસાઈટ બનાવી અને તેના પર જાહેર હિતમાં મુકાવી જોઈએ. સરકાર તરફી રજુઆત થઈ હતી કે, આ ખાનગી ફંડ છે અને તે માહિતી અધિકાર હેઠળ આવતુ નથી. જો કે, અરજદારે કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે આ ફંડ રાજ્યના મુખ્યમંત્રીના નામે બનેલું છે.

જેમા મુખ્યમંત્રી ચેરમેન તરીકે, મહેસુલ મંત્રી સભ્ય તરીકે, ચીફ સેક્રેટરીસભ્ય અને મહેસુલ વિભાગના બે અધિકારીઓ સભ્ય તરીકે નીમાય છે. અન્ય 7થી વધુ અધિકારીઓ તેમાં ફરજ નિભાવે છે. આ તમામ સભ્યો જાહેર સેવક એટલે કે પબ્લીક સર્વન્ટની વ્યાખ્યામાં આવે છે અને રાજ્ય સરકારની તિજોરીમાંથી પગાર મેળવે છે. આ ફંડનો ઉપયોગ સરકારી ફંડમાં પણ થાય છે, જેથી તેની વિગતો વેબસાઈટના માધ્યમથી જાહેર કરવી જરુરી બને છે.

અરજદાર ચંદ્રવદન ધ્રુવે રજુઆત કરીકે, આ ફંડનો ઉપયોગ સરકારી ફંડમાં પણ થાય છે. તેથી આ ફંડ માટેની તેમની પોતાની વેબસાઈટ બનાવી તેના પર સમગ્ર વિગતો મુકવી જોઈએ. સમગ્ર બાબતોને ધ્યાને રાખી આ ફંડમાં જે કોઈ રકમ જમા થઈ છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામા આવે છે તેવી વિગતો હાઈકોર્ટમાં રજુ કરવા નિર્દેશ આપેલા છે. કોર્ટે રજુઆતોને ધ્યાને લઈ મુખ્યમંત્રી રાહત નિધિફંડને લગતી તમામ વિગતો આગામી 18 એપ્રિલના રોજ થનારી સુનાવણી દરમિયાન કોર્ટમાં રજુ કરવા નિર્દેશ આપ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details