ગુજરાત

gujarat

ETV Bharat / city

વરસાદી પાણીમાં ફસાયેલા લોકોએ ETV Bharatના માધ્યમથી સરકારને મદદ માટે કરી અપીલ, છેલ્લો જીવનો શ્વાસ ચાલી રહ્યો છે બચાવી લ્યો! - People trapped in rainwater appealed to the government for help

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ જિલ્લામાં ભારે વરસાદ પડતા તારાજી સર્જાઈ છે. જેમાં ખાસ કરીને જામનગર અને રાજકોટમાં જળબંબાકાર જેવી પરિસ્થિતી નિર્માણ પામી છે, ત્યારે જામનગરમાં ફસાયેલા લોકોએ ETV Bharatના માધ્યમથી સરકાર સમક્ષ મદદ માટે બુહાર લગાવી છે.

સૌરાષ્ટ જિલ્લામાં ભારે વરસાદ પડતા તારાજી સર્જાઈ
સૌરાષ્ટ જિલ્લામાં ભારે વરસાદ પડતા તારાજી સર્જાઈ

By

Published : Sep 13, 2021, 8:19 PM IST

Updated : Sep 13, 2021, 8:59 PM IST

  • રાજ્યમાં ભાદરવો ભારે થતા સર્જાઈ તારાજી
  • બાંગા અને આલિયાબાડાના લોકોએ ETV Bharatના માધ્યમથી સરકાર સમક્ષ મદદની લગાવી બુહાર
  • વહેલીતકે બચાવો અમને નહિ તો જીવ જતો રહેશે: સ્થાનિક

અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામો જળબંબાકાર થયા છે, ત્યારે જામનગરના બાંગા અને અલીયાબાડા ગામના સ્થાનિકે વિડીયો ઉતારી ETV Bharatને મોકલ્યો અને જણાવ્યું કે, સરકારને કહો જલ્દી અમને બચાવવા આવે નહિ તો અમે જીવી નહિ શકીએ. આખુ ગામ જળબંબાકાર થઈને તાલુકા મથક અને અન્ય ગામોથી વિખુટુ પડી ગયું છે.

સૌરાષ્ટ્રના ઘણા ગામો જળબંબાકાર

છેલ્લો જીવનો શ્વાસ છે બચાવી લેવા વિનંતી - રહીશ

જામનગરના રહીશે ETV Bharatને મોકલેલા વિડીયોમાં જણાવ્યું કે, નાગેશ્વર ગામમાં આવેલા ખોડિયાર મંદિર પાસે ભયાનક પરિસ્થિતિ છે. હાલ અમે વિકટ પરિસ્થિતિમાં ઉભા છીએ, જીવ જોખમમાં છે. અમારી ચારે તરફ પાણીનો ભયંકર ધોધ વહી રહ્યો છે. હાલ અમારી સાથે ચાર મહિલાઓ અને અમે બે પુરુષો છીએ, ચારેય તરફ પાણી પાણી જ રહેલું છે, છેલ્લો જીવનો શ્વાસ ચાલી રહ્યો છે, ત્યારે અમારી મદદ કરવા લોકોને નમ્ર વિનંતી છે. તો બીજી તરફ અલીયાબાડાની પરિસ્થિતિ અતિગંભીર છે. તંત્ર અમારી મદદે આવે તેવી તમામ રહીશોની માંગ છે.

Last Updated : Sep 13, 2021, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details