ગુજરાત

gujarat

ETV Bharat / city

પાટીલજી આપ પહેલા તમારા ધારાસભ્યોને ઓળખી બતાવો, પછી 182 બેઠકો જીતવાની શેખી મારજો: કોંગ્રેસ પ્રવક્તા

સી.આર.પાટીલના અત્યારે ચાલી રહેલા ઉત્તર ગુજરાતના પ્રવાસમાં બનાસકાંઠાના અભિવાદન સમારોહમાં તે પોતાના ધારાસભ્યને ઓળખી શક્યા નહોતા. જેથી તે સોશિયલ મીડિયામાં મજાક બન્યા હતા. જેને લઈને કોંગ્રેસે સી.આર.પાટીલને આડે હાથ લીધા છે.

ETV BHARAT
કોંગ્રેસ પ્રવક્તાએ સી.આર.પાટીલને આડે હાથ લીધા

By

Published : Sep 4, 2020, 6:21 PM IST

Updated : Sep 4, 2020, 7:47 PM IST

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી ચૂંટણીઓમાં ભાજપના જીતના લક્ષ્યને લઈને ખૂબ સક્રિય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનતા જ દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. જેમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જેથી તેમની ખૂબ ટીકા થઈ હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે ભાજપના કાર્યકરોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવા માટે કાર્ય કરવાનું જણાવ્યું હતું.

કમલમ

\સી.આર.પાટીલના અત્યારે ચાલી રહેલા ઉત્તર ગુજરાતના પ્રવાસમાં બનાસકાંઠાના અભિવાદન સમારોહમાં તે પોતાના ધારાસભ્યને ઓળખી શક્યા નહોતા. જેથી તે સોશિયલ મીડિયામાં મજાક બન્યા હતા. જેને લઈને કોંગ્રેસે સી.આર.પાટીલને આડે હાથ લેતા જણાવ્યું કે, 182 બેઠકો જીતવાનો ઊંચો લક્ષ આપનારા સી.આર.પાટીલ પહેલા પોતાના ધારાસભ્યોને ઓળખે, ત્યારબાદ શેખીઓ મારે. આ સાથે જ કોંગ્રેસ પ્રક્વતાએ જણાવ્યું કે, સી.આર.પાટીલનો આ પ્રવાસ કોરોના સંક્રમણ ફેલાવવાનો પ્રયાસ બની ચૂક્યો છે.

સી.આર.પાટીલ

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સી.આર પાટીલને આડે હાથ લેતા જણાવ્યું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આવી હજારો કાર્યકરોની હાજરીમા મંચ પર તેમની તરફ આંગળી કરી પુછે કે," તમારૂ નામ શું ? ઓકે, સી.આર.પાટીલ નવસારીના...સંસદસભ્ય ને ! .." તો તેમને કેવુ લાગે ?

વધુમાં કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે, એક પ્રદેશના સંગઠન પ્રમુખ તેમના જ ધારાસભ્યને ઓળખતા ના હોય એ પ્રમુખની ખામી જ ગણાય. સામાન્ય રીતે પ્રદેશ પ્રમુખ પદે પહોંચ્યા અગાઉ લાખો કાર્યકર્તાઓ સાથે ઓળખાણ થતી હોય છે, પરંતુ પાટીલજી તો ધારાસભ્યને પણ ઓળખતા નથી. આના પરથી લાગી રહ્યું છે કે, પાટીલજી કોઈકની ચિઠ્ઠીથી ચડી બેઠ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તાએ સી.આર.પાટીલને આડે હાથ લીધા

જયરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના જ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યાના મતવિસ્તારમાં સી.આર.પાટીલે તેમની આબરૂની ધૂળ ધાણી કરી નાખી છે. સભામાં હાજર કાર્યકરોમાં એવો ગણગણાટ ચોક્કસ હશે જ કે, શશિકાંત પંડ્યા, કેસરીસિંહ અને નૌકાબેનને પાટીલજી ઓળખતા નથી તો એ આપણને શુ પક્ષમાં સ્થાન અપાવી શકવાના? ધારાસભ્યે જ પાટીલને ઓળખાણ આપવી પડતી હોય તો કાર્યકરે કમલમમાં કેવી રીતે પગ મુકવો?

Last Updated : Sep 4, 2020, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details