ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાખી અને કળાનો સમન્વય: અમદાવાદના સિનિયર IPS અધિકારીના પેઇન્ટિંગ દેશવિદેશના મ્યૂઝિયમમાં જોવા મળે છે

IPS અધિકારી બનવા જેટલી જ કઠિન તે બાદની ફરજ પણ કઠિન છે. ત્યારે પોતાના ફરજ બાદના કામકાજથી સમય કાઢીને અમદવાદ શહેરના સિનિયર IPS અધિકારી પેઈન્ટિંગઝ પણ બનાવે છે અને તે પેઇન્ટિંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે.એવો જાણીએ આ IPS અધિકારી વિશે...

By

Published : Sep 5, 2020, 8:28 PM IST

ખાખી અને કળાનો સમન્વય:અમદાવાદના સિનિયર IPS અધિકારીના ચિત્રો દેશવિદેશના મ્યૂઝિયમમાં પણ જોવા મળે
ખાખી અને કળાનો સમન્વય:અમદાવાદના સિનિયર IPS અધિકારીના ચિત્રો દેશવિદેશના મ્યૂઝિયમમાં પણ જોવા મળે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે JCP (જોઈન્ટ પોલીસ કમિશનર) તરીકે અજય ચૌધરી ફરજ બજાવે છે.અજય ચૌધરી 1999ની બેચના IPS અધિકારી છે.IPS ની નોકરી શરૂ કર્યા પહેલાંથી જ તેમને પેઇન્ટિંગ્ઝ બનાવવાનો શોખ. સ્કૂલના સમયમાં પેઇન્ટિંગ્ઝ પર કોઈ એટલું ધ્યાન આપતું નહોતું પરંતુ જેમ વધુ પેઇન્ટિંગ્ઝ બનાવવાનું શરૂ કર્યું તેમ તેમની પ્રતિભા લોકો સમક્ષ આવતી ગઈ.

ખાખી અને કળાનો સમન્વય
શરૂઆતમાં જિલ્લા અને ત્યારબાદ રાજ્યકક્ષાએ લોકો સુધી અજય ચૌધરીના પેઇન્ટિંગઝ પહોંચ્યાં હતાં.બાદમાં આ પેઇન્ટિંગ્ઝ દેશના દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિટીના મ્યૂઝિયમ સુધી પણ પહોંચ્યાં હતાં. તે બાદ અમેરિકા,લંડન અને પેરિસના મ્યૂઝિયમમાં પણ લોકો સુધી તેમની આ કળા પહોંચી હતી.
ખાખી અને કળાનો સમન્વય
અજય ચૌધરી એબ્સટ્રેક પ્રકારના પેઇન્ટિંગ્ઝ વધુ બનાવતાં હતાં. જે બનવવામાં 6 માસથી 1 વર્ષ જેટલો સમય પણ લાગી જતી હતો. આ તમામ વચ્ચે તેઓ તેમની ખાખીની ફરજ ચૂક્યાં ન હતાં. ખાખીની ફરજ નિભાવીને બાદમાં સમય મળે ત્યારે તે સમયમાં તેઓ પેઇન્ટિંગ્ઝ બનાવતાં હતાં.
ખાખી અને કળાનો સમન્વય
અજય ચૌધરીના પેઇન્ટિંગ્ઝના અનેક જાણીતાં પેઇન્ટરોએ પણ વખાણ કર્યા છે. હાલ ખાખીની ફરજની મર્યાદાને કારણે તેઓ વિદેશ જઈ શકતાં નથી પરંતુ તેઓ શક્ય એટલા પેઇન્ટિંગ્ઝ બનાવી વિદેશ મોકલવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતથી અત્યાર સુધી એટલે કે 30 વર્ષના સમયગાળા દરમિયાન સેંકડો પેઇન્ટિંગ્ઝ બનાવ્યાં છે.આ પેઇન્ટિંગ્ઝ વિશે ભારતમાં એટલી લોકોને જાણ નથી પરંતુ વિકસિત દેશોમાં આ પેઇન્ટિંગ્ઝ વિશેે ઘણાં લોકો જાણે છે. જેથી ત્યાં તેની ઘણી કિંમત થતી હોય છે. જેમાં કેટલાક પેઇન્ટિંગ્ઝ તો લાખો રૂપિયાથી હરાજીમાં મુકવામાં આવે છે. દરેક પેઇન્ટિંગ્ઝમાં કોઈ સંદેશો આપવામાં આવે છે જે પેઇન્ટિંગ્ઝ બનાવનાર અને જેની પાસે તે અંગેનું જ્ઞાન હોય તે જ સમજી શકે છે.IPS અજય ચૌધરીનું એક સપનું છે કે તેમનું પોતાનું એક મ્યુઝિયમ હોય અને ત્યાં તેમણે બનાવેલ પેઇન્ટિંગ્ઝ લોકો માટે જોવા માટે મૂકવામાં આવે અને લોકો ભારતમાં પણ તેમની કળા વિશે વધુમાં વધુ જાણે અને તેમની કળાની કદર થાય.અજય ચૌધરી ખાખી અને કળાનો સુભગ સમન્વય છે. તેમને બંને વસ્તુઓનું સંતુલન રાખ્યું છે. ખાખી અને કળા ભાગ્યે જ સાથે જોવા મળે છે જે IPS અજય ચૌધરીએ સાબિત કરી બતાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details