અમદાવાદઃ કિચન ગાર્ડનનો વિચાર 16મી સદીમાં પ્રસ્તુત થયો હતો. તે વખતનાં વિચારક ચાર્લ્સ એસ્ટિને ‘મૈસોન રુસ્ટિક’માં આ વિશે વિગતવાર લખ્યું હતું કે, આ એક એવો બગીચો છે. જે રહેણાંક અને અન્ય બગીચાઓ કરતા ખૂબ અલગ છે. જેને શાકભાજીનો બગીચો પણ કહી શકાય. દૈનિક જીવનમાં પરંપરાગત ખોરાકની ગુણવત્તા વધે એ હેતુથી હવે લોકો ઘરઆંગણે જ શાકભાજીની આ નવી ખેતીને અપનાવવા લાગ્યાં છે. ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેને ઘરઆંગણાની ખેતી (કિચન ગાર્ડનીંગ) કહેવાય છે. તેના થકી શુદ્ધ તાજું અને મનપસંદ શાક મળી રહે છે.
કિચન ગાર્ડન દ્વારા ઘરઆંગણે પોષણયુક્ત શાકભાજી ઉગાડી શકાયઃ નાયબ બાગાયત નિયામક - શાકભાજી
આજકાલ વધતા જતાં શહેરોમાં ગીચ વસતીવાળા રહેઠાણો, રાસાયણિક દવાઓના વધુ પડતા છંટકાવથી ઉગેલી શાકભાજી તથા ઔદ્યોગિકરણના વધવાના કારણે પ્રદૂષણ સહિત અનેક ગંભીર પ્રશ્નો માનવજાત માટે તંદુરસ્તી જોખમાય એ રીતે ઉપસ્થિત થયાં છે. આવા સંજોગોમાં શક્ય તેટલા વધુ વિસ્તારમાં શોભાના ફૂલછોડ, શાકભાજી કે ફળ, ઝાડ અને જંગલી વૃક્ષો વાવવાથી ઉપરોક્ત પરિસ્થિતિમાંથી રાહત મેળવી શકાય છે.
કિચન ગાર્ડન દ્વારા ઘરઆંગણે પોષણયુક્ત શાકભાજી ઉગાડી શકાયઃ નાયબ બાગાયત નિયામક
અમદાવાદ બાગાયત નિયામકની કચેરીમાં આ બિયારણ લેવા આવતાં લોકો સાથે સંપર્કમાં રહી શકાય અને તેઓને સમયાંતરે માર્ગદર્શન આપી શકાય તે હેતુથી એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેથી કચેરી દ્વારા નવીનતમ માહિતીની આપલે કરી શકાય તથા ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકો પણ તેમને પડતી મુશ્કેલીઓ અહી કહી શકે છે. જેના ભાગરુપે આજ રોજ કિચન ગાર્ડન અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરના લોકો હોશભેર જોડાયાં હતાં.