ગુજરાત

gujarat

ETV Bharat / city

Niraj Chopra in Ahmedabad: ટોક્યો ઓલમ્પિક્સના ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ અમદાવાદના બાળકોને આ સલાહ આપી

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ આજે અમદાવાદ (Niraj Chopra in Ahmedabad )માં આવેલ સંસ્કારધામ શાળામાં શહેરની જુદી-જુદી 75 શાળાઓના 250 જેટલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. કેટલાક બાળકોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં નિરજે જણાવ્યું હતું કે, તેમને ગુજરાતી વાનગીમાં ઢોકળા ભાવે છે. વડાપ્રધાને તેમને ચૂરમું ખવડાવ્યું હતું. નિરજે બાળકોને ફાસ્ટફૂડથી દૂર રહેવાની સલાહ (Niraj Chopra advice to the children of Ahmedabad ) આપી હતી.

નીરજ ચોપરાએ અમદાવાદના બાળકોને સલાહ આપી
નીરજ ચોપરાએ અમદાવાદના બાળકોને સલાહ આપી

By

Published : Dec 4, 2021, 9:22 PM IST

  • ટોક્યો ઓલમ્પિક્સના ગોલ્ડ વિજેતાનું સ્કુલ વિઝીટ કેમ્પેઇન
  • ભાલા ફેંક રમતના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અમદાવાદમા
  • નીરજ ચોપરાએ અમદાવાદના બાળકોને સલાહ આપી

અમદાવાદ: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ આજે અમદાવાદ (Niraj Chopra in Ahmedabad )માં આવેલ સંસ્કારધામ શાળામાં શહેરની જુદી-જુદી 75 શાળાઓના 250 જેટલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

નીરજ ચોપરાએ અમદાવાદના બાળકોને સલાહ આપી

સંતુલિત ભોજન, ફિટનેસ અને રમતો પ્રત્યે જાગૃતી લાવવા પ્રયત્ન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઓગસ્ટે ટોક્યો ઓલમ્પિક્સના રમતવીરો સાથે વાત કરતા કુપોષણન મુદ્દા ઉપર ભાર મુક્યો હતો. ત્યારે કુપોષણ વિરૂદ્ધ જાગૃતી ફેલાવવા અને રમતો રમવા માટે બાળકોને આહવાન કરવા આ અભિયાન (Awareness against malnutrition camping in Ahmedabad) હાથ ધરાયુ છે. અમદાવાદ એરપોર્ટ પર સવારે નીરજ ચોપરાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ સંસ્કારધામ પહોંચ્યા હતા. જ્યાં 250 જેટલા બાળકો ઉપસ્થિત હતા.

સંતુલિત ભોજન, ફિટનેસ અને રમતો પ્રત્યે જાગૃતી લાવવા પ્રયત્ન

બાળકો સાથે નીરજે શુ વાતો કરી ?

કેટલાક બાળકોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં નિરજે જણાવ્યું હતું કે, તેમને ગુજરાતી વાનગીમાં ઢોકળા ભાવે છે. વડાપ્રધાને તેમને ચૂરમું ખવડાવ્યું હતું. નિરજે બાળકોને ફાસ્ટફૂડથી દૂર રહેવાની સલાહ (Niraj Chopra advice to the children of Ahmedabad ) આપી હતી. નીરજને બીરિયાની બનાવતા આવડે છે. જે તેઓ દહીં સાથે આરોગે છે. નીરજે બાળકો સાથે વિવિધ ફિટનેસ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. જેમ કે, વોલીબોલ, તીરંદાજી સાથે જેવલિનની ટીપ્સ પણ શેર કરી હતી.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ કોવિંદ નીરજ ચોપરા સહિત આ ખેલાડીઓનું કરશે સન્માન, જુઓ યાદી

આ પણ વાંચો:જાણો નીરજ ચોપરાએ તેની ડ્રીમ લાઇફ પાર્ટનર અને ફોન નંબર વિશે શું કહ્યું

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details