ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ માટે નહેરાએ આપ્યાં રાહતના સમાચાર: લોકડાઉનનું પાલન કરવામાં આવશે તો ૩ મે સુધી શહેર કોરોનામુક્ત બનશે - વિજ નહેરા

કોરોનાના કેર વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે રાહત આપતી આશા જન્માવી છે કે નાગરિકોનો સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં શહેરમાંથી કોરોના પર કાબૂ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ માટે નહેરાએ આપ્યાં રાહતના સમાચાર: લોકડાઉનનું પાલન કરવામાં આવશે તો ૩ મે સુધી શહેર કોરોનામુક્ત બનશે
અમદાવાદ માટે નહેરાએ આપ્યાં રાહતના સમાચાર: લોકડાઉનનું પાલન કરવામાં આવશે તો ૩ મે સુધી શહેર કોરોનામુક્ત બનશે

By

Published : Apr 21, 2020, 3:30 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લઇને ચિંતાજનક સ્થિતિજોવા મળી રહી છે. ત્યારે રાજ્યના કેટલાક મહાનગરોમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે હોટસ્પોટ ગણાતાં અમદાવાદમાં કોરોના પ્રકોપ યથાવત્ જોવા મળ્યો છે. જેમાં આજરોજ નવા વધુ 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરનો કુલ આંકડો 1298એ પહોંચી ગયો છે. ત્યારે કોરોનાના કેર વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે રાહત આપતી આશા જન્માવી છે અને નાગરિકોનો સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં શહેરમાંથી કોરોના પર કાબુ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કમિશ્નર વિજય નહેરાએ અમદાવાદના નાગરિકોને અપીલ કરતા કહ્યુ કે, જો લોકો લાકડાઉનનું શિસ્તથી અમલ કરે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોનાનો સફાયો થઈ જશે.

અમદાવાદના મ્યુ.કમિશ્નરે આજે રાહતના સમાચાર આપતા જણાવ્યુ હતું કે, જો નાગરિકો સહકાર આપશે તો, મેના અંત સુધીમાં અમદાવાદ પર કાબૂ મેળવી લેવામાં આવશે, તેની ખાતરી હું આપુ છું. જનતા જો લોકડાઉનનું સ્વયંભૂ પાલન કરશે અને નિયમોની જાળવી રાખી ઘરોમાં રહેશે તો, કોરોના પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવશે.

આજરોજ શહેરમાં કેટલાક નવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ જોવા મળ્યાં છે. આજે જે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે તે જમાલપુર, જુહાપુરા, મણિનગર, શાહીબાગ, વસ્ત્રાલ, ઘાટલોડિયા, ચાંદખેડા, બહેરામપુરા, હાથીજણ, નારણપુરા, મેમનગર વિસ્તારમાંથી આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details