ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિમાં રાહતોની લહાણી, પણ ઘરના છોકરા ઘંટી ચાટે… - CMOGujarat
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી નવી અનેક રાહતોની લહાણી કરી છે. હેતુ છે અન્ય રાજ્યોમાંથી અને વિદેશી નવું રોકાણ આકર્ષી શકાય. ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે, જેથી ત્યાં ઉદ્યોગો માટે વિપુલ તક છે. અને ગુજરાત સરકાર વિકાસને વરેલી છે, જેથી રોકાણ માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ રાજ્ય છે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2020 પર ઈટીવી ભારતનો સ્પેશિયલ રીપોર્ટ.
ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિમાં રાહતોની લહાણી, પણ ઘરના છોકરા ઘંટી ચાટે…
By
Published : Aug 8, 2020, 8:59 PM IST
અમદાવાદઃ જાન્યુઆરી 2021માં વાઈબ્રન્ટ ગુજરાત યોજાશે, તે પહેલાં ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ 2020ની જાહેરાત કરી છે. કોરોનાનો કપરોકાળ અને લૉકડાઉનને કારણે ગુજરાતનું અર્થતંત્ર અને ઉદ્યોગો સાવ ઠપ થઈ ગયાં હતાં, તેમાં નવો પ્રાણ ફૂંકવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી છે, અને નવા ઉદ્યોગોને નવી અનેક રાહતોની લહાણી કરી છે. જેથી કરીને ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી અને વિદેશી નવું રોકાણ આકર્ષી શકાય. ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે, જેથી ત્યાં ઉદ્યોગો માટે વિપુલ તક છે. અને ગુજરાત સરકાર વિકાસને વરેલી છે, જેથી રોકાણ માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ રાજ્ય છે.
ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિમાં રાહતોની લહાણી, પણ ઘરના છોકરા ઘંટી ચાટે…
ગુજરાતના મુખ્યપ્રધાન પદે વિજયભાઈ રૂપાણીને ચાર વર્ષ પૂર્ણ થયા તે શુભ દિવસ માનીને વિજયભાઈ નવા ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી છે. વિજયભાઈએ ખૂબ જ આનંદિત થઈને નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી હતી. તેની કેટલીક મહત્વની જોગવાઈઓ પર એક નજર કરીને તે અંગે વિશ્લેષણ કરીશું.
1) ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે પાત્ર મૂડીરોકાણના 12 ટકા રોકડ સબસિડી સરકાર આપશે. પરિણામે વળતરની રકમના કલેઈમ વધુ પારદર્શક અને ચોક્સાઈવાળા થશે, જેથી ઉદ્યોગો ઝડપી નિર્ણયો લઈ શકશે. આ લાભ વાર્ષિક 40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે.
(2) ફિકસ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં જે સબસિડી આપવાનું ઠરાવ્યું છે, જેમાં તાલુકાવાઈઝ કેટેગરી નક્કી કરાઈ છે. જનરલ સેકટર્સમાં કેટેગરી વનમાં એફએસઆઈના 10 ટકા, કેટેગરી ટુમાં એફએસઆઈના 8 ટકા અને કેટગરી થ્રીમાં એફએસઆઈના 4 ટકા સબસિડી અપાશે. બીજુ થ્રેસ્ટ સેકટરમાં કેટેગરી વનમાં એફએસઆઈના 12 ટકા, કેટગરી ટુમાં એફએસઆઈના 10 ટકા અને કેટેગરી થ્રીમાં એફએસસઆઈના 6 ટકા સબસિડી મળવાપાત્ર રહેશે. આનો ડ્રો બેક એ રહેશે કે કેટગરી વનમાં જે સ્થળ આવતા હશે ત્યાં ઉદ્યોગોની સ્થાપના વધુ થશે. કેટગરી વનમાં આવતા તાલુકામાં લાભ વધારે છે, જેથી ઉદ્યોગો ત્યાં પડાપડી કરશે. આમાં સમાન કેટેગરી રાખવાની જરૂર હતી.
(3) નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઈલેક્ટ્રિસિટી ડયૂટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રહેશે
(4) સરકારી જમીન 50 વર્ષ સુધી લીઝ આપવમાં આવશે. નવા ઔદ્યોગિક એકમોને જમીનની બજારકિંમતના 6 ટકા લીઝ રેન્ટ પર આપવામાં આવશે. આવા ઉદ્યોગો બેન્કમાંથી લોન સહાય મેળવી શકશે, તેના માટે જમીન મોરગેઝ કરવા મંજૂરી અપાશે. આ જોગવાઈનો ઉદ્યોગો ગેરલાભ લઈ શકે છે. સરકારી જમીન પર લોન તેના માટે સરકારી જમીન જ મોરગેઝ કરવાની. ભવિષ્ય ઉદ્યોગ ડિફોલ્ટ થાય તો બેંક શું વસુલ કરશે.
(5) એમએસએમઈને પાત્ર ધિરાણની રકમના 25 ટકા સુધીની અને મહત્તમ રૂપિયા 35 લાખ સુધીની કેપિટલ સબસિડી મળશે. વધુ ફાયદાની વાત એ છે કે જો પ્રાત્સાહનપાત્ર ફિકસ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા 10 કરોડથી વધુ હોય તો તે ઔદ્યોગિક એકમને રૂપિયા 10 લાખની વધારાની કેપિટલ સબસિડી મળવાપાત્ર થશે.
(6) એમએસએમઈને 7 વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના 7 ટકા સુધી અને મહત્તમ 35 લાખ સુધી ઈન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર રહેશે.
(7) એમએસએમઈને પહેલી વખત રાજ્ય સરકારે વિદેશી પેટન્ટેડ ટેકનોલોજીઓને સંપાદિત એકવાયર કરવાના કુલ ખર્ચના 65 ટકા સુધીની નાણાકીય સહાય પ્રદાન કરશે, જેમાં મહત્તમ રૂપિયા 50 લાખ સુધીની સહાય આપશે.
(8) એમએસએમઈને તેમના ઉત્પાદનોના માર્કેટિંગને પ્રોત્સાહિત કરવા માટે ભારતમાં યોજાયેલા એક્ઝિબિશનમાં એમએસએમઈને સ્ટોલ નાંખવાના કુલ ભાડાના 75 ટકા નાણાકીય સહાય(મહત્તમ બે લાખ રૂપિયા) અને ભારતની બહાર યોજાયેલા એક્ઝિબિશનમાં સ્ટોલ નાંખવાના કુલ ભાડાના 60 ટકા નાણાકીય સહાય(મહત્તમ સહાય 5 લાખ રૂપિયા) આપશે
સ્ટાર્ટઅપઃ - સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ રૂપિયા 20 લાખથી વધારીને રૂપિયા 30 લાખ સુધીનો કરવામાં આવ્યો છે. - સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ એલાઉન્સને એક વર્ષ માટે રૂ. 10,000 પ્રતિ માસથી વધારીને રૂ. 20,000 કરવામાં આવ્યું છે. - જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું સસ્ટેનન્સ એલાઉન્સ રૂ. 25,000 પ્રતિ માસ એક વર્ષ માટે કરવામાં આવ્યું છે. - સ્ટાર્ટ-અપ્સના મિડ-લેવલ પ્રી-સીરીઝ A ફંડિંગ માટે, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ(GVFL) હેઠળ એક અલગ ફંડનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્ટાર્ટ-અપ્સને 1% વધારાની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. (એટલેકે ટર્મ લોન પર ૯ ટકા સુધી.) - સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઉભો કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાની રૂ. 10 લાખ સુધીની ગ્રાન્ટ. - આ સાથે જ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા એક્સીલરેશન પ્રોગ્રામોમાં નોંધણી માટે સ્ટાર્ટ-અપ દીઠ રૂ. ૩ લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. - સોફ્ટ સ્કીલ માટે સહાય: મેનેજર કક્ષાની તાલીમ, સોફ્ટ સ્કીલ તાલીમ, માર્કેટિંગ કૌશલ્ય, ફંડરેઈજીબીજીગ, ફાઈનાન્સ જેવી બાબતોની તાલીમ માટે સ્ટાર્ટઅપ એકમોને રૂ. 1 લાખ સુધીનું ભંડોળ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે. - માન્યતા પ્રાપ્ત નોડલ ઈન્સ્ટીટ્યુટ્સને પ્રતિ સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખની મેન્ટોરિંગ સહાય (મહત્તમ રૂ. 15 લાખ પ્રતિ વર્ષ પ્રતિ ઈન્સ્ટીટ્યુટ) આપવામાં આવશે.
નવી ઔદ્યોગિક નીતિની આ હતી અતિમહત્વની જોગવાઈઓ, જેના દ્વારા ગુજરાતમાં વધુ મૂડીરોકાણને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. એક સર્વે અનુસાર ભારતમાં 2019 દરમિયાન પ્રપોઝ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં 48 ટકાનો વધારો થયો છે, જ્યારે તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 333 ટકાનો વધારો થયો છે. બીજી મહત્વની વાત એ છે કે ગુજરાતે 2019-20માં એફડીઆઈના ઈનફ્લોમાં 240 ટકાનું સૌથી વધુ નેશનલ ઈન્ક્રીમેન્ટ મેળવ્યું છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો 3.4 ટકા નોંધાયો છે.
ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિમાં રાહતોની લહાણી, પણ ઘરના છોકરા ઘંટી ચાટે…
2014-15ની સરખામણી કરીએ તો ગુજરાતમાં એમએસએમઈ- લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. હાલ ગુજરાતમાં 35 લાખથી વધુ લઘુ, નાના અને મધ્યમ કદનો ઉદ્યોગો આવેલા છે.નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરીને રાજ્ય સરકારે લાલ જાજમ તો બિછાવી દીધી છે, પણ કોરોના જેવો કપરોકાળ ચાલી રહ્યો છે. તમામ ઉદ્યોગો કટોકટીનો સામનો કરી રહ્યા છે. કોઈની પાસે નવા ઓર્ડર નથી. હજી કોરોના વાયરસ કાબુમાં આવ્યો નથી, બીજી તરફ ચીન, અમેરિકા, ભારત, પાકિસ્તાન, નેપાળ સરહદ પર તંગદિલી છવાયેલી છે. આ સંજોગોમાં નવા ઉદ્યોગો કેટલું રોકાણ લઈને ગુજરાતમાં આવશે તે તો આવનાર સમય કહશે. સાથે સાથે ગુજરાત સરકારે ગુજરાતની પ્રજા માથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 2નો વધારો ઝીંક્યો છે, તે પણ કોરોના જેવા કપરાકાળમાં, અને લોકડાઉનમાં ગુજરાતના લોકો ત્રણ મહિના ઘરે બેસી રહ્યા હતા, એક રૂપિયાનો ધંધો વેપાર નહી, નોકરીવાળાને સેલરીમાં પણ કાપ હતો, તેવા સંજોગોમાં સરકારે રાહત આપવાને બદલે પેટ્રોલડીઝલના ભાવમાં રૂપિયા બેનો બોજો નાંખ્યો હતો. બીજી તરફ ગુજરાત સરકાર વિદેશી રોકાણ આકર્ષવા માટે કરોડો રૂપિયાની સહાય જાહેર કરી રહી છે, તે કયાંનો ન્યાય. ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારનાને આટો.
ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિમાં રાહતોની લહાણી, પણ ઘરના છોકરા ઘંટી ચાટે…