ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: NIDનો રિવરફ્રન્ટ બાજુનો ભાગ કોર્પોરેશને તોડી પાડ્યો - latestgujaratinews

અમદાવાદ: મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરની જાણીતી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈનનો રિવરફ્રન્ટ બાજુનો ભાગ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. જાણીતી ડિઝાઇન સંસ્થા NID દ્વારા કોર્પોરેશન દબાણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ
etv bharat

By

Published : Dec 12, 2019, 10:47 PM IST

રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે કોર્પોરેશનની જમીન આવેલી છે. જેમાં ચાર હજાર ચોરસમીટર જમીન ઉપર NID દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ડિઝાઇનર સંસ્થા દ્વારા ગલ્સ હોસ્ટેલ બાંધવામાં આવી છે. જેનો કેટલોક ભાગ સરકારી પ્લોટમાં આવે છે. હવે જો આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તો જે ગર્લ્સ હોસ્ટેલ રૂમ ભાગ છે, તે ખુલ્લો થઈ જાય છે. એટલે કે, હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને તકલીફ પડશે. આ સંસ્થા સરકારી સંસ્થા હોવાથી કઈ રીતે પગલાં ભરવા તે અંગે તંત્ર મૂંઝવણમાં છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન

આ અંગે રસ્તો નીકાળવા માટે NIDના સત્તાધીશો અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે મિટિંગ રાખવામાં આવી છે. હવે આ મુદ્દે થશે તે તો મિટિંગ બાદ જ ખબર પડશે. પરંતુ પ્રશ્ન એ થાય કે, આટલા લાંબા સમય સુધી તંત્ર શું કર્યું હતું. શું આવા કેટલા પ્લોટ છે. જેની ઉપર દબાણ થયેલા છે. જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે કે કેમ? આ પ્રથમ ઘટના નથી કે, કોર્પોરેશનની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોય એવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં સરકારી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યા હોય અને વર્ષો પછી તંત્ર જાગે છે. પરંતુ ભૂતકાળની ભૂલો પછી પણ કોઈ સુધારો આવતો નથી.

ABOUT THE AUTHOR

...view details