- નાબાર્ડના કર્મચારીઓએ કરી હડતાલ
- 200થી વધુ કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર
- તમામ માંગણીઓ સંતોષાય તેવી માગ
અમદાવાદ : નાબાર્ડ (National Bank for Agriculture and Rural Development)ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતા અને તેમની મુખ્ય માંગણીઓ સાથે જ રિઝર્વ બેંકના કર્મચારીઓને મળતા તમામ ફાયદાઓ નાબાર્ડના કર્મચારીઓને પગાર મળે તે પ્રકારની તેમની જે માંગણીઓ છે, તે સ્વીકારવામાં આવે તે વાતને લઇને તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા.
આ પણ વાંચો -નાબાર્ડ, સિડ્બી અને નેશનલ હાઉસિંગ બેન્કને 50,000 કરોડની મદદઃ શક્તિકાંત દાસ
કર્મચારીઓએ લગાવ્યો અક્ષેપ - સરકાર દ્વારા માંગણીઓ પૂરી નથી થતી
આ હડતાલની મુખ્ય માંગણીઓની જ વાત કરીએ તો તમામ કર્મચારીઓને છેલ્લો પગાર અથવા 10 મહિનાનું એવરેજ વેતનમાં થતો જે વધારો છે, તે પ્રમાણેનું પેન્શન ચૂકવવામાં આવે તેવી માગ છે. કારણ કે, 20 વર્ષની સેવા બાદ રિઝર્વ બેંકના કર્મચારીઓને જેમ પેન્શન આપવું તે પ્રકારે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા નિયમો વિરૂદ્ધમાં જઈને સરકાર દ્વારા માંગણીઓ પૂરી ન થતી હોવાનો પણ કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે.