- શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
- સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો
- નવા પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુના વધુ કેસો
અમદાવાદ: શહેરમાં ભલે ચોમાસુ યોગ્ય રીતે બેઠું હોય કે ન બેઠું હોય પરંતુ તેની સામે મચ્છરજન્ય રોગચાળા (Mosquito-borne diseases) એ બરોબર માજા મૂકી છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. આ ભરાવો સરકારી રિપોર્ટમાં પણ જોવા મળી રહ્યો છે. હાલ શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ (Dengue), મલેરિયા (Malaria), ઝેરી મલેરિયા અને ચિકનગુનિયા (Chikungunya) વધુ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો આ પણ વાંચો:રાજકોટ મનપાનું ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન, આ પગલાંઓ લેવાથી નહિં ફેલાય ડેન્ગ્યુ...
છેલ્લા એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળાના નોંધાયેલા કેસ
મચ્છરજન્ય રોગચાળા (Mosquito-borne diseases) ના નોંધાયેલા કેસની સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) માં ચિકનગુનીયાના 40 થી 50 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 8 થી 10 કેસ કન્ફર્મ થઈ રહ્યા છે. આ ઉપરાંત ડેન્ગ્યુ (Dengue) ના 250 થી 300 શંકાસ્પદ કેસ નોંધાવાની સામે 25 થી 30 દર્દીઓના ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. વાત કરવામાં આવે મેલેરિયાની તો 250 થી 300 કેસ નોંધાઈ રહ્યા છે. આ સામે અમદાવાદ મનપાના હદ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં સાદા મલેરિયા (Malaria) ના 15, ઝેરી મલેરિયાના 2, ડેન્ગ્યુના 16 અને, ચિકનગુનિયા (Chikungunya) ના 5 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: ચોમાસામાં ફેલાતી બીમારીઓ - ડેન્ગ્યુ
સોલા સિવિલ હોસ્પિટલના ડો. પ્રદીપ પટેલે ETV Bharat સાથે કરી વાતચીત
ETV Bharat સાથે વાતચીત કરતાં સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) ના RMO ડોક્ટર પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, હાલ મચ્છરજન્ય રોગચાળો (Mosquito-borne diseases) વધુ જોવા મળી રહ્યો છે. એવામાં આપણી આસપાસ પાણીનો ભરાવો ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે મલેરિયા (Malaria) અને ડેન્ગ્યુ (Dengue) ના મરછરો સાફ પાણીમાં થતાં હોવાના કારણે પાણી ભરેલું ન રાખવું જોઈએ. આવા પાણીમાં મચ્છરો ઈંડા મૂકે છે અને તેઓ ટૂંક સમયમાં મચ્છરમાં પરિણમે છે. આ ઉપરાંત ડેન્ગ્યુ (Dengue) ના મચ્છર ઢીંચણથી ઉપર ઉડી શકતા નથી, તેથી ત્યાં સુધીના અંગો સુધી ચુસ્ત કપડાં પહેરી રાખવા જોઈએ.