- સામાન્ય વરસાદમાં અમદાવાદમાં 30 ઝાડ ધરાશાયી
- માનપાએ પ્રિ મોન્સૂનની કામગીરીમાં 7 હજાર ઝાડનું ટ્રીમિંગ કર્યું
- હજી દરેક ઝોનમાં ઝાડ ટ્રીમિંગ કરવાની કામગીરી ચાલુ
અમદાવાદ: તૌકતે વાવઝોડાને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે થયેલા સામાન્ય વરસાદમાં શહેરમાં 30 ઝાડ ધરાશાયી થયા છે. જેમાંથી મોટા ભાગના શહેરના મધ્ય ઝોનમાં એટલે કે કોટ વિસ્તારમાંથી પડ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ આંકડા માત્ર અમદાવાદ ફાયર વિભાગને આવેલા કોલને આધારે છે.