- સમન્વય બેઠક પહેલા પ્રથમ દિવસે સંઘ કાર્યકારિણીની બેઠક મળી
- સમન્વય બેઠકમાં ક્યા મુદ્દા ચર્ચવા તે અંગે બેઠકનું આયોજન
- મોહન ભાગવત અઠવાડિયું અમદાવાદમાં રોકાશે
અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાતમાં અખિલ ભારતીય સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 2021ની પહેલી બેઠક ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે મળશે. ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ વગેરે જેવી સંસ્થાઓના અખિલ ભારતીય અધ્યક્ષો આ બેઠકમાં ભાગ લેવાના છે.
સમન્વય બેઠકમાં ક્યા મુદ્દાઓ ચર્ચવા તે અંગે ચર્ચા
5 , 6 અને 7 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં સાંપ્રત પ્રવાહો અને સંગઠન માળખાને લઈને ચર્ચા કરવામાં આવશે. જોકે, સંઘની પરંપરા પ્રમાણે આ બેઠક અગાઉ ક્યા મુદ્દાઓ રજૂ કરાશે, તેને લઈને બેઠકના બે દિવસ અગાઉ સંઘ કાર્યકારણી બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે.