ગુજરાત

gujarat

ETV Bharat / city

હવામાન વિભાગની આગાહીઃ ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પડી શકે છે ધોધમાર વરસાદ

ગુજરાતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે ત્યારે આગામી 24 કલાક અને સતત ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 21મી જૂને રાજ્યમાં કેટલાક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીઃ ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પડી શકે છે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીઃ ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પડી શકે છે ધોધમાર વરસાદ

By

Published : Jun 18, 2020, 2:02 PM IST

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દાદરા નગર હવેલી, વલસાડ, સૂરત, નવસારી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત અનેક અનેક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 અને 18ના રોજ વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભારતીય અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીઃ ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પડી શકે છે ધોધમાર વરસાદ
ગુજરાતમાં 15 તારીખ સુધી 11ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને હવે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસાનું આગમન વહેલાં થતાં સારો એવો વરસાદ પણ ગુજરાતમાં પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી જણાવ્યું હતું કે આ અઠવાડિયે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details