માયા કોડનાનીએ ગુજરાત બહાર રહેવાની છૂટ લંબાવતી અરજી કોર્ટમાં કરી
વર્ષ 2002 નરોડા પાટિયા હત્યાકાંડના આરોપી અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટપ્રધાન માયા કોડનાનીને ડિપ્રેશનની સારવાર અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત બહાર રહેવાની મુદત લંબાવવામાં આવે તેવી માગ સાથે અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
માયા કોડનાનીએ ગુજરાત બહાર રહેવાની છૂટ લંબાવતી અરજી કોર્ટમાં કરી
અમદાવાદઃ રવિવારે માયા કોડનાનીને અમદાવાદ સ્પેશિઅલ કોર્ટ દ્વારા 6 મહિના સુધી ગુજરાત બહાર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. માયા કોડનાની તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિપ્રેશન અને સારવાર માટે વારંવાર તેમને ગુજરાત બહાર જવું પડે છે જેથી તેમને ગુજરાત બહાર ન જવાની શરતમાંથી રાહત આપવામાં આવે.