અમદાવાદઃ શહેરમાં પણ મૂળ રાજસ્થાનના મારવાડી સમાજના અનેક લોકો વસે છે તે લોકો દ્વારા અમદાવાદમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બ્રહ્મણ સ્વર્ણકર સમાજ દ્વારા હોળીના પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં વસતા તેમના સમાજના લોકોના ઘરે-ઘરે જઈને ગુલાલ દ્વારા અને લાકડીઓથી પારંપરિક લઠ્ઠ હોળી રમવામાં આવી હતી.
અમદાવાદમાં મારવાડી સમાજ દ્વારા પારંપરિક લઠ્ઠ હોળી રમી, ધૂળેટીની ઉજવણી કરાઇ
સમગ્ર દેશમાં હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ તહેવારનું મારવાડી સમાજમાં એક અલગ મહત્વ હોય છે. અમદાવાદમાં પણ મારવાડી સમાજ દ્વારા લઠ્ઠમાર હોળી રમીને ધુળેટી ઉજવવામાં આવી હતી.
અમદાવાદ-મારવાડી સમાજ દ્વારા પારંપરિક લઠ્ઠ હોળી રમી, ધૂળેટીની ઉજવણી કરી
આ સમાજ દ્વારા પાણીનો બગાડ ના થાય તે માટે માત્ર અબીલ ગુલાલ અને હર્બલ કલરથી હોળી રમવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષથી આ રીતે જ સમાજ દ્વારા હોડી રમવામાં આવે છે, જેનાથી કોઈ પણ નુકસાન ના થાય.
Last Updated : Mar 10, 2020, 4:13 PM IST