ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે શહિદ દિવસ નિમિત્તે તમામ સરકારી ઓફિસમાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે

આજે એટલે કે 30 જાન્યુઆરીએ શહિદ દિવસ નિમિત્તે રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં શહિદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સાથે જ તમામ ઓફિસોમાં લોકો સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન રાખી શહિદોને શ્રદ્ધાંજલિ આપશે. સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહિદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

આવતીકાલે શહીદ દિવસ નિમિત્તે તમામ સરકારી ઓફિસમાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે
આવતીકાલે શહીદ દિવસ નિમિત્તે તમામ સરકારી ઓફિસમાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે

By

Published : Jan 29, 2021, 7:48 PM IST

Updated : Jan 30, 2021, 6:06 AM IST

  • 30 જાન્યુઆરીએ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે
  • તમામ સરકારી સ્કૂલોમાં શહીદોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ
  • બે મિનીટનું મૌન પાળી તમામ કર્મચારીઓ શહીદોને આપશે શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ 30મી જાન્યુઆરીએ સવારે 10:59થી 11 વાગ્યા સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તરત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળ પર કામ કરનારા સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઊભા રહી મૌન પાળે, જ્યાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે.

ટ્રેનો અને વિમાનો પણ થોભશે

આ સાથે 11 વાગ્યે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઈ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર 11:02થી 11:03 વાગ્યા સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે. આ સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.

ગાંધીનગરમાં સરકારી ખાતા પણ મૌન પાળશે

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ સચિવાલય, સર્કીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મૂકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે.

Last Updated : Jan 30, 2021, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details