ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCએ બનાવ્યો મેપ: જાણો તમારો વિસ્તાર કયા ઝોનમાં

અ.મ્યુ.કો.ની વેબસાઇટ પર કોવિડ 19 અંગેની તમામ માહિતી જેમ કે કોરોનાથી કુલ મોત, કોરોનાના એક્ટિવ કેસ, ઝોન વાઇઝ કેસ, ઝેન્ડર વાઇઝ કેસ અને મેપ સહિતની તમામ માહિતી મૂકવામાં આવી છે. કમિશનર નહેરાએ કહ્યું કે અમારો પ્રયાસ રહ્યો છે કે તમામ માહિતી નાગરિકોને પહોંચી શકે. વેબસાઇટમાં રેડ ઝોન અને ઓરેન્જ ઝોનનો મેપ દ્વારા પણ માહિતી અપાશે.

AMCએ બનાવ્યો મેપ: જાણો તમારો વિસ્તાર કયા ઝોનમાં
AMCએ બનાવ્યો મેપ: જાણો તમારો વિસ્તાર કયા ઝોનમાં

By

Published : Apr 28, 2020, 5:07 PM IST

અમદાવાદઃ વિજય નહેરાએ જણાવ્યું કે દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર આ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે.

ઓરેન્જ ઝોનઃ પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, મોટેરા, વાસણા, ચાંદખેડા, સરખેજ, મકતમપુરા, જોધપુર, વેજલપુર, વટવા, મણીનગર, ઇન્દારપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, અસારવા, શાહિબાગ, ગોમતીપુર, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, ભાઇપુરા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2 હજાર 364 થઈ ગઈ છે. તો અમદાવાદમાં કોરોનાના 2 હજાર 16 એક્ટિવ કેસ છે. શહેરમાં અત્યાર સુધીમાં 107 દર્દીના મોત થયાં છે. અમદાવાદમાં નવુ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાનપુરની લેમન ટ્રી હોટલ શરૂ કરાઈ છે. જેમાં 60 રૂમની વ્યવસ્થા કરાઈ છે. 100થી 125 દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ હોટલમાં રહેવા અને જમવાનો 3 હજાર રૂપિયા ખર્ચ આપવાનો રહેશે.


તમે મેપ દ્વારા જાણી શકશો કયો વિસ્તાર રેડ ઝોનમાં છે અને કયો ઓરેન્જ ઝોનમાં. આ માટે અ.મ્યુ.કો.ની વેબસાઇટ વિઝિટ કરો - https://ahmedabadcity.gov.in

ABOUT THE AUTHOR

...view details