4 કિમીના 3 કલાક ચાલનારા રોડ-શો દરમિયાન અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. અમિત શાહની સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર છે.
અમિત શાહની ETV Bharat સાથે ખાસ વાતચીત, કહ્યું- નરેન્દ્ર મોદી ફરી PM બનશે. - eletion
અમદાવાદઃ અમિત શાહ અમદાવાદમાં રોડ-શો કરી રહ્યાં છે, ત્યારે અમિત શાહે ETV Bharat સાથે વાતચીત કરી હતી. જેમાં શાહે કહ્યું કે, PM મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે.
સ્પોટ ફોટો
અમિત શાહે ETV Bharat સાથે વાતચીત કરી હતી. જેમાં શાહે કહ્યું કે, PM મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે.
મહત્વનું છે કે, NDAના નેતા અને વિવિધ કેન્દ્રીય પ્રધાન અમિત શાહના રોડ-શો અને સભામાં જોડાયા હતાં. જેમાં ખાસ પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓએ હાજરી આપી છે.