ગુજરાત

gujarat

ETV Bharat / city

પર્યાવરણીય લોક સુનાવણી મુદ્દે અમદાવાદના પર્યાવરણવિદે જાવડેકરને લખ્યો પત્ર, જાણો શું લખ્યું પત્રમાં.. - environmentalist

ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે કોરોના વાઈરસની પરિસ્થિતિને જોતા પર્યાવરણીય લોક સુનાવણીના આદેશને લઈ અમદાવાદના પર્યાવરણવિદે કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરને તે કલમ રદ્દ કરવા પત્ર લખ્યો છે.

cx
x

By

Published : Sep 18, 2020, 12:27 PM IST

અમદાવાદઃ 14 સપ્ટેમ્બર 2020ના રોજ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે કોરોના વાઈરસની પરિસ્થિતિને જોતા પર્યાવરણીય લોક સુનાવણી માટે આદેશ જાહેર કર્યો છે. આ આદેશ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી આપવામાં આવેલો છે. આ આદેશમાં પર્યાવરણીય લોક સુનાવણી ફક્ત ઓનલાઇન યોજવાને લઈને અમદાવાદના પર્યાવરણવિદે 15 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરને તે કલમ રદ્દ કરવા પત્ર લખ્યો છે.

પર્યાવરણીય લોક સુનાવણી મુદ્દે અમદાવાદના પર્યાવરણવિદે જાવડેકરને લખ્યો પત્ર
પર્યાવરણીય કાર્યાલયના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, પર્યાવરણીય સુનાવણી કોરોના વાઈરસની પરિસ્થિતિને જોતાં ઓનલાઇન એટલે કે વર્ચ્યુઅલ યોજવામાં આવશે. ઉપરાંત જે પર્યાવરણીય મુદ્દાઓ સાથે સંકળાયેલા બૌદ્ધિકોએ ઈ-મેલથી પોતાની લેખિત રજૂઆત આપવાની રહેશે. ત્યારે પાયાનો સવાલ એ છે કે, ડિજિટલ ઇન્ડિયામાં અંતરિયાળ ગામોમાં ઇન્ટરનેટની સુવિધા પહોંચી નથી. ઉપરાંત ગરીબ અસરગ્રસ્ત લોકો મોબાઈલ કે લેપટોપના માધ્યમથી સુનાવણીમાં ભાગ લે તે શક્ય નથી. ફક્ત ઈમેલ અને ઈન્ટરનેટના સાધનોના અભાવે પર્યાવરણ હિતેચ્છુઓ પોતાના વિચારો લેખિત વ્યક્ત કરી નહીં શકે તે યોગ્ય નથી. તે સંજોગોમાં ભારત સરકારને પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ પત્ર લખીને ઓનલાઈન લોકસુનવાણી યોજવાની કલમ દૂર કરવાની માંગ કરી છે.
પર્યાવરણીય લોક સુનાવણી મુદ્દે અમદાવાદના પર્યાવરણવિદે જાવડેકરને લખ્યો પત્ર
સરકાર જાણે અંતરિયાળ ગામોની પરિસ્થિતિથી વાકેફ નથી અથવા તો નિરક્ષર લોકોને તેઓ પર્યાવરણીય વાતોથી દૂર રાખવા માંગે છે. આ લોકભાગીદારી ઘટાડવાનો કારસો છે. જેથી લેભાગુ કંપનીઓ અને પર્યાવરણ બગાડવા માટે છૂટો દોર મળી જાય. વળી જ્યારે પર્યાવરણને બચાવવાની વાત આવે છે, ત્યારે સરકાર લોકોને લોક ભાગીદારી કરવા સમજાવે છે. આમ અહીં સરકારનું બેવડું વલણ જોવા મળે છે.કેન્દ્ર સરકારના કાર્યાલયના આદેશ પહેલાં ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્ય સરકારની કોરોનાની ગાઇડ લાઇન મુજબ જ મોરબી, દેવભૂમિ દ્વારકા, ખેડા અને ભરૂચમાં ભૌતિક લોક સુનાવણી યોજી છે. સરકાર કોઈપણ બહાને ઉદ્યોગોને અગવડ ન પડે તે માટે લોકોના વાંધા અને સૂચનો અવગણીને લોક ભાગીદારીનો છેદ ઉડાડવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details