ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં હિટવેવના પગલે લીંબુના ભાવમાં બમણો વધારો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવા પામ્યો છે. ગરમીથી બચવા પ્રજાજનો લીંબુપાણી, સિકંજી, શેરડીનો રસ, બાફેલી કેરીનું શરબત જેવા ઠંડાપીણા પીતા હોય છે, પરંતુ હીટવેવની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં લીંબુની અછત વર્તાવા માંડી છે. પુરવઠા સામે માંગ વધતા લીંબુના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં બમણો વધારો જોવા મળ્યો છે.

By

Published : Apr 3, 2019, 9:34 PM IST

Updated : Apr 4, 2019, 12:56 PM IST

સ્પોટ ફોટો

પ્રજાજનો અને એમાંય ખાસ કરીને ગૃહિણીઓ લીંબુના વધતા ભાવોથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગત અઠવાડિયા પહેલા લીંબુનો ભાવ 20 કિલોના 800થી હજાર રૂપિયા હતો. જે વધુ પડતી ગરમીની આગાહીના કારણે સીધો 1600થી 1800 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરના જમાલપુર, કાલુપુર અને નરોડા હોલસેલ માર્કેટમાં વેપારીઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, જો આ જ રીતેસતત ભાવ વધતા રહેશે તો એવા દિવસો દૂર નથી જ્યારે લીંબુ 1 નંગ દીઠ મળતા થઈ જશે.

Last Updated : Apr 4, 2019, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details