- કોલેજની 11 બિલ્ડિંગમાં સોલાર પેનલ લગાવવામાં આવી
- સોલાર પેનલથી 40 ટકા જેટલી વિજળીની બચત થશે
- 48,00,000ના ખર્ચે સોલર પેનલ લગાવવામાં આવી
અમદાવાદ: અમદાવાદ શહેરની સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજમાંની એક એવી ગવર્મેન્ટ એલ.ડી એન્જિનિયરિંગના(Government LD Engineering College) કોલેજ કેમ્પસને 1,06,00,000નાં ખર્ચે સસ્ટેનેબલ કેમ્પસ બનાવવામાં આવશે(college campus will be made a sustainable campus). ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ(Climate change department), ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી(Gujarat Energy Development Authority)ના સહયોગથી આ કાર્ય પુર્ણ કરવામાં આવશે. જે માટે માર્ચ 2022 સુધીમાં સસ્ટેનેબલ કેમ્પસ તૈયાર કરવામાં આવશે(By 2022 a sustainable campus will be ready). સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રપોઝલ(Sewage treatment plant proposal) પણ અત્યારે મુકી દેવામાં આવી છે.
રૂપિયા 48,00,000ના ખર્ચે સોલર પેનલ લગાવવામાં આવી
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ(LD Engineering College)ની બિલ્ડિંગોમાં 11 જેટલી સોલર પેનલ(Solar panel) અત્યાર સુધી લગાવવામાં આવી છે. જ્યાં વીજળીની બચત(Saving electricity) કરવામાં આવી રહી છે. વર્ષે આવતા લાખો રૂપિયાના બિલની બચત તેનાથી થઈ રહી છે. તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેમ્પસના કોર્ડીનેટર(Coordinator of Sustainable Development Campus) ચૈતન્ય સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યારે વીજળી માટે કોલસાનો ઉપયોગ થઈ રહ્યો છે તેથી રિન્યુએબલ એનર્જી(Renewable energy0નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કાર્બન ઉત્સર્જન(Carbon emissions) ઘટાડો કરી એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ સસ્ટેનેબલ કેમ્પસ તરફ જઇ રહ્યું છે અને આ સોલાર પેનલ એટલા માટે લગાવામાં આવી છે. 348 કિલો વોટની સોલર પેનલ(348 kW solar panel)થી 35થી 40 ટકા વીજળીની બચત મહિને થાય છે.
24,00,000 રૂપિયાના ખર્ચે રિચાર્જ વેલ કેમ્પસમાં લગાવવામાં આવશે