અમદાવાદ:સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave In country) શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે દેશમાં દરરોજ હજારો લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોરોનાના કેસ (Cases of corona in educational institutions) નોંધાઇ રહ્યા છે. અમદાવાદની વિખ્યાત શૈક્ષણિક સંસ્થાન IIMમાં (Indian Institutes of Management) પણ છેલ્લા 10 દિવસમાં 67થી વધુ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ (Ahmedabad IIM 67 persons positive corona)આવ્યા છે.
IIMના વ્યક્તિઓમાં કોરોના વિસ્ફોટ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા દરરોજ હજારો નાગરિક કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તેનું સંજ્ઞાન લેતા IIM (Indian Institutes of Management) અમદાવાદમાં પણ કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરાઇ હતી. જેમાં છેલ્લા 10 દિવસમાં 67થી વધુ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. કુલ 805 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 67 થી વધુ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.