ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓક્સિજનના અભાવે હજારો માછલાના મોત - AHMEDABAD DAILY NEWS

સ્થાનિકોએ અનેક વખત તંત્રને તળાવની નિયમિત સાફસફાઇ માટે રજૂઆત કરી છે. પરંતુ નિષ્ઠુર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આ પહેલીવાર નહીં, પરંતુ અનેકવાર આ તળાવમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. આ તળાવમાં ગંદકીને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જેથી માછલાઓને ઓક્સિજન ન મળતા મોતને ભેટે છે.

ઓક્સિજનના અભાવે હજારો માછલાના મોત
ઓક્સિજનના અભાવે હજારો માછલાના મોત

By

Published : May 22, 2021, 6:34 AM IST

  • ગંદકીને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે
  • કોરોનાનો કહેર અને હવે માછલાઓના ઓક્સિજનના લીધે મોત
  • ઓક્સિજન મળવા ન લીધે હજારો માછલા મોત

અમદાવાદ: લાંભા ગામના કોર્પોરેશન સંચાલિત તળાવમાં ઓક્સિજન ન મળવાથી હજારો માછલાના મોત થયાં છે. તળાવમાં ગંદકી વધવાના કારણે આ માછલાના મોત થયાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં ત્રણ દિવસથી હજારો માછલીના મોત થતા લોકોમાં રોષ

અનેક વખત તંત્રને તળાવની નિયમિત સાફસફાઇ માટે રજુઆત

સ્થાનિકોએ અનેક વખત તંત્રને તળાવની નિયમિત સાફસફાઇ માટે રજૂઆત કરી છે. પરંતુ નિષ્ઠુર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આ પહેલીવાર નહીં, પરંતુ અનેકવાર આ તળાવમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. આ તળાવમાં ગંદકીને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જેથી માછલાઓને ઓક્સિજન ન મળતા મોતને ભેટે છે. જેના કારણે તળાવની આજુબાજુ રહેતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણકે અસહ્ય દુર્ગંધના કારણે તેઓ પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચો:વડોદરા વારસિયા તળાવમાંથી મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી આવી

તંત્રએ ગંભીરતા દાખવવી જોઈએ

આ મામલે હવે તંત્રએ ગંભીરતા દાખવવી જોઈએ. જો આવી જ બેદરકારી રહેશે તો હજી પણ અનેક માછલા આ રીતે જ મરતા રહેશે. તો બીજી તરફ તંત્રએ પણ આ ઘટના અંગે કોઈ જવાબ આપ્યો નથી. આ અંગે જાણ થતા પોલીસ અને કોર્પોરેશનની ટીમે તળાવે પહોંચીને માછલાને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details