- ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ
- વિવિધ રમતોમાં રમતને અનુરુપ માળખાગત તાલીમ નથી મળતી
- માતા-પિતા પણ શિક્ષણ પર વધારે દબાણ કરે-કોચ
અમદાવાદ: ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. પરંતુ ગુજરાતમાં રમતવીરો અમુક પ્રકારની અસ્પષ્ટતા જોવા મળી રહી છે. જેનું કારણ એ ચે કે, જ્યારે તેઓ ખેલ મહાકુંભ અથવા રાજ્ય સ્તર, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેતા હોય છે. ત્યારે રમતવીરો પાસે જરુરી તાલીમ માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ગુજરાત સરકાર કરોડો રુપિયાના વિકાસની વાત કરી રહી છે. પરંતુ જેવી રીતે રમતવીરોને તૈયાર કરવા જોઈએ, તેમના માટે તેમને માળખાગત તાલીમ નથી મલી શકતી. રમતવીરો અને તેમના કોચનું કહેવું છે કે, જો માળખાગત તાલીમ વ્યવસ્થિત આપવામાં આવે તો ગુજરાત રાજ્ય પણ દેશમાં પોતાનું નામ બનાવી શકે છે.
શું કહે છે અલગ-અલગ રમતોના કોચ?
સ્વિમિંગના સીનિયર કોચ કમલેશ નાણાવટી કહે છે કે, ટોક્યો ઓલંમ્પિક તરણ સ્પર્ધામાં માના પટેલનું નામ ભારત અને ગુજરાત માટે ગર્વની વાત છે. ગુજરાતમાંથી અનેક અલગ-અલગ રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રમતવીરોએ ભાગ લીધો છે. ગુજરાતમાં અનેક પ્રતિભાશાળી રમતવીરો છે. પરંતુ ગુજરાતમાં મળતી માળખાગત તાલીમ મ મળવાને કારણે તેમને યોગ્ય તાલીમ નથી મળી શકતી. ગુજરાતના ગામડાઓમાં રમતગમતને લઈને યોગ્ય માળખાગત તાલીમ નથી. શહેરમાં એક ક્લબ અને યોગ્ય જગ્યા છે, પરંતુ કોચની અછત નથી. ક્યાંક બાળકોના માતા-પિતા શિક્ષણ પર વધારે ભાર આપી રહ્યા છે. જેના કારણે રમતની પ્રેકટીસ નથી કરી શકતા, ગુજરાત સરકારને આ બધી બાબતો પર વિચાર કરવો જોઈએ અને એક ઉચિત માળખાગત તાલીમનું નિર્માણ કરવું જોઈએ અને રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. જેનાથી ગુજરાતના રમતવીરો પણ પોતાની પ્રતિભાથી ગુજરાતનું નામ રોશન કરી શકશે.