ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ મનપાના 5 હોદ્દેદારોના નામ જાહેર, મેયર તરીકે કિરીટ પરમારની વરણી - AMCની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

અમદાવાદ મનપા માટે આજે પાંચેય હોદ્દેદારોની પાસન્દગી થઈ ગઈ છે. જેમાં મેયર તરીકે કિરીટભાઈ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ જ્યારે પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ ની પાસન્દગી કરાઈ છે.

મેયર તરીકે કિરીટ પરમારની વરણી
મેયર તરીકે કિરીટ પરમારની વરણી

By

Published : Mar 10, 2021, 12:48 PM IST

Updated : Mar 10, 2021, 1:13 PM IST

  • અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી
  • રસાકસી ભર્યા માહોલ બાદ અન્ય 5 હોદ્દેદારોની નિમણૂક કરાઇ
  • AMCની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટની વરણી

અમદાવાદ: મહાનગરપાલિકામાં મેયર સહીત અન્ય 5 હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, પાલડી કચ્છી સમાજની વાડી ખાતે ભાજપ નેતા આઈ.કે.જાડેજા, સાંસદો , ધારાસભ્યો , કાઉન્સિલર હજાર રહ્યા હતા. જ્યાં, આઈ.કે.જાડેજાએ મનપાના પાંચેય હોદ્દેદારોના નામ પણ જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની દાવેદારી માટે કાઉન્સિલર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે 17 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાંથી, થલતેજના હિતેશ બારોટ અને ઘટલોડિયાના જતીન પટેલનું નામ મોખરે હતું. આખરે આતુરતાનો અંત આવ્યો છે.

અમદાવાદ મનપાના મેયર સહિત 5 હોદ્દેદારોના નામ જાહેર
Last Updated : Mar 10, 2021, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details