ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં JEEની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

દેશભરમાં JEEની પરીક્ષા (JEE 2020) નો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતના 32 કેન્દ્રો પર જેઈઈની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતમાંથી 38,167 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં 32 સેન્ટરો પર સવારે 9 કલાકના ટકોરે પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

JEEની પરીક્ષા
JEEની પરીક્ષા

By

Published : Sep 2, 2020, 6:44 AM IST

અમદાવાદ: ધોરણ 12 બાદ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન મેઈનની ઓનલાઇન પરીક્ષાનો મંગળવારે રાજ્યભરમાં પ્રારંભ થયો હતો. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રથમ સેશનમાં લેવાયેલી પરીક્ષા એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. બેચલર ઓફ આર્કિટેક અને પ્લાનિંગ માટે શરૂ થયેલી પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી. જેમાં પહેલા સેશનમાં સવારે 9 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી અને બપોરે 12 વાગ્યે પરીક્ષા પુરી થઈ હતી. પરીક્ષાનું આયોજન અને સહેલું પેપર રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા. 13 જિલ્લાના 31 કેન્દ્રો ખાતેથી 38,167 વિદ્યાર્થીઓ JEE પરીક્ષા આપી હતી. જેમાં આર્કિટેક અને પ્લાનિંગ બ્રાન્ચમાં જવા ઇચ્છતા આશરે 1500 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાઈ હતી. બુધવારથી JEE, B.E અને બી.ટેક માટેની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં અમદાવાદમાં આશરે 8000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

JEEની પરીક્ષા
અમદાવાદના બોપલમાં અને ઓઢવમાં બે અને ત્રણ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ છે. પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. માસ્ક ફરજીયાત પહેર્યું હતું. પરિક્ષામાં એજન્સી દ્વારા પરીક્ષા સેન્ટરની બહાર સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા બાદ પેપર એકંદરે સરળ રહ્યા હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું.
JEEની પરીક્ષા

પરીક્ષાર્થી મનીષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોરોનાનો ડર ઘણા સમયથી હતો, તેની વચ્ચે તૈયારી કરી હતી. પરીક્ષા લેવાશે કે કેમ તેને લઇને છેક સુધી અસમંજસ હતું પરંતુ પેપર આપ્યું તેમાં ઘણા સહેલા સવાલો પુછાયા હતા. જોકે એકંદરે પરીક્ષા સારી રહી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓની 50 ટકા બેઠકોમાં પ્રવેશ માટે જેઈઈ મેઈનો સ્કોર ધ્યાને લેવાય છે. જ્યારે બાકીની તમામ કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાય છે. ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ગત વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં બે વખત જેઈઈ મેઈન લેવાનું શરૂ કરાયુ છે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની મુખ્ય લેખિત પરીક્ષા અગાઉ સીબીએસઈ દ્વારા એક જ વાર લેવાતી હતી.

JEEની પરીક્ષા
કોરોના કાળમાં આ પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સુરતમાં સૌથી વધુ 6 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યા છે. રાજકોટ અને વલસાડમાં 4-4 પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને જામનગરમાં 3-3 પરીક્ષા કેન્દ્ર રખાયાં છે. આણંદ અને મહેસાણામાં 2-2 પરીક્ષા કેન્દ્ર, ભાવનગર, ગાંધીનગર અને હિંમતનગરમાં 1-1 સેન્ટર ફાળવવામાં આવ્યું છે. તો જૂનાગઢ અને નવસારીમાં 1-1 સેન્ટર ફાળવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details