અમદાવાદ:કેન્દ્ર સરકારે દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત (Padma Shri Award 2022) કરવામાં આવી છે. ગુજરાતના 7 લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, જયંતકુમાર વ્યાસને ફોરેન્સિક સાયન્સમાં ઉત્તમ કામગીરી બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
જે.એમ વ્યાસને અનેક મેડલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
આ ઉપરાંત રેલવેમાં પણ ટાસ્ક ફોર્સમાં મેમ્બર રહી ચૂક્યા છે. ત્યારે જે.એમ વ્યાસને અનેક મેડલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ટરનેશનલ ફોરેન્સિક સાયન્ટીસ્ટ, લાઈફટાઈમ એચિવમેન્ટ, ભારત માતા જેવા વિવિધ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.
આ પણ વાંચો:ગુજરાતને ફાળે 1 પદ્મ ભૂષણ અને 7 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કાર અને વીરતા પદક-2020ની જાહેરાત
જયંતકુમાર મગનલાલ વ્યાસે 27 વર્ષ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સેવા આપી
જયંતકુમાર મગનલાલ વ્યાસે 2009થી 2020 સુધી ફોરેન્સિક સાયન્સમાં ડાયરેકટરના પદ અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર જેવા વિવિધ પદો પર સેવા આપી છે. જ્યારે જે.એમ.વ્યાસે 47 વર્ષથી સાયન્સ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે 27 વર્ષ તેમને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોતાની સેવા આપી છે.