ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર કસ્ટોડિયલ ડેથ: સંજીવ ભટ્ટની જામીન અરજી સાંભળવાનો કોર્ટનો ઈન્કાર - જામનગર કસ્ટોડિયલ ડેથ

અમદાવાદઃ વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેસન્સ કોર્ટ દ્વારા ફટકારાવામાં આવેલી આજીવન કેદની સજા સામે દાખલ કરાયેલી બે અલગ અલગ રિટની ડિવિઝન બેંચ જસ્ટીસ હર્ષા દેવાણી અને વી.બી મયાણીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે ડિવિઝન બેંચના જજ વી.બી. મયાણીએ સંજીવ ભટ્ટની જામીન અરજી નોટ બીફોર-મી એટલે કે સાંભળવાનો ઈન્કાર કરતા સંજીવ ભટ્ટને જામીન મેળવવા હજુ સુધી રાહ જોવી પડી શકે તેમ છે.

જામનગર કસ્ટોડિયલ ડેથ હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જામીન અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો

By

Published : Sep 3, 2019, 8:56 PM IST

Updated : Sep 3, 2019, 9:02 PM IST

ઉલ્લેખનીય છે કે ગત સુનાવણી દરમિયાન આજ ડિવિઝન બેન્ચ સમક્ષ સંજીવ ભટ્ટની જામીન અરજીને લઈને 3 કલાકથી વધુ સમય સુનાવણી ચાલી હતી. જોકે 3 જી સપ્ટેમ્બરના રોજ ડિવિઝન બેન્ચના જજે કેસને સાંભળવાનો ઈન્કાર કરતા હવે સંજીવ ભટ્ટને જામીન મેળવવા માટે હાઈકોર્ટની અન્ય કોઈ ડિવિઝન બેન્ચ સમક્ષ અરજી કરવી પડી શકે છે. જસ્ટીસ વી.બી. મયાણીએ ક્યાં કારણસર સંજીવ ભટ્ટની જામીન અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. તે હાલ જાણી શકાયું નથી. રસપ્રદ છે કે નોટીસ કાઢ્યા બાદ જજે મેટરને નોટ બીફોર-મી કરી હતી.

જામનગ સંજીવ ભટ્ટની જામીન અરજી સાંભળવાનો કોર્ટનો ઈન્કાર
ડિવિઝન બેન્ચે ગત 25મી જુલાઈના રોજ સંજીવ ભટ્ટની જામીન અરજીને લઈને રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. લગભગ 3 મહિના પહેલાં જામનગર સેસન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિત અન્ય એક પોલીસ અધિકારીને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આઈપીસીની કલમ 302 દોષિત ઠેરવતા તેમને આજીવન કેદની સજા ફટકાવામાં આવી હતી અને અન્ય આરોપીઓને પણ કલમ 323 અને 506 પ્રમાણે કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠેરવામાં આવ્યા હતા. સંજીવભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારાવામાં આવી હતી જોકે અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરવામાં આવી નથી.

વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જ્યારે જામનગરના SP હતા. ત્યારે જામજોધપુરમાં ભાજપના દિગ્ગજ નેતા લાલ-કૃષ્ણ અડવાણીની આગેવાની યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને પ્રભુદાસ વૈષ્ણવની કસ્ટોડિયલ ટોર્ચરમાં તેમનું મોત નિપજ્યુ હતું. મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરૂધ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Last Updated : Sep 3, 2019, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details